પાટણવાવમાં વૈશ્વિકલ્યાણ અર્થે કાલે હોમાત્મક મહાયજ્ઞ યોજાશે

January 11, 2017 at 10:29 am


પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં આવતીકાલે ગુવારના રોજ વિશ્ર્વકલ્યાણ અર્થે હોમાત્મક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તેમજ બ્રહ્મલીન ગુદેવ મહંત રમેશપુરીજી ગુઅમૃતપુરીજીની ઈચ્છા અનુસાર હાલના મહંત જયવંતપુરીજી ગુ રમેશપુરીજીના શિષ્ય વંશ પરંપરાગત ફકકડની પ્રણાલિકા અનુસાર વિશ્ર્વાસપુરીજી બાપુની તિલકવિધિ (લધુમહંત)નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભારતભરના વિધ-વિધ ક્ષેત્રના સંતો મહંતો તથા દશનામ જ્ઞાતિજનો, ગ્રામજનો, સેવકગણ તથા રાજકીય આગેવાનો તથા ભકત સમુદાયની ઉપસ્થિતિ રહેશે.માત્રીમાતાજીનું પૂજન સવારે 7-00 કલાકે, બ્ર.ગુદેવનું સમાધિ પૂજન સવારે 7-30 કલાકે, વિશ્વકલ્યાણ અર્થે મહાયજ્ઞ સવારે 8થી 4 વાગ્યા સુધી, તિલકવિધિ સવારે 10થી 10-30 કલાકે, ધર્મસભા સવારે 10-30થી 11 કલાકે, મહાપ્રસાદ સવારે 11થી આગમન સુધી તેમજ સંતવાણી રાત્રે 10-30 કલાકે યોજાશે. કાર્યક્રમનું દીપપ્રાગટ્ય મહંત ઈન્દ્રભારતીજી મહારાજ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ) દ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમ શ્રીપંચ દશનામ જૂના અખાડા-ઘાંટવડ દ્વારા કરવામાં આવશે.
અનંત વિભુષિત 1008 મહામંડલેશ્ર્વરમાં કનકેશ્ર્વરી દેવી ધર્મસભાના અધ્યક્ષ રહેશે.મુખ્ય અતિથિ મહંત ભુપેન્દ્રપુરીજી ગુ ભાનુપુરીજી કુબેરપુરીજી જાગીર, રાજયગુ (ગોંડલ સ્ટેટ) હાજર રહેશે. સંતવાણીમાં યોગેશપુરી ગૌસ્થાપક, રામદાસ ગોંડલીયા, શૈલેષ મહારાજ, જયદેવ ગૌસ્વામી, નારણભાઈ ઠાકર તથા ભનુભાઈ ઓડેદરા તેમજ સ્ટેજ સંચાલક દેવદાનભાઈ ગઢવી શ્રોતાઓને ડોલાવશે. કાર્યક્રમમાં બાબુભાઈ બોખીરિયા (કેબિનેટ મંત્રી), જયેશભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા (સાંસદ), પ્રવીણભાઈ માકડિયા (ધારાસભ્ય), ગામપંચાત-પાટણવાવ, કલેકટર, મામલતદાર-ધોરાજી, નાયબ મામલતદાર, ભુવા નાથાઆતા ઉપસ્થિત રહેશે.

print

Comments

comments

VOTING POLL