પાણીના એક-એક બેડા માટે વલખા મારતા ચેલા-2ના ગ્રામજનો

June 12, 2018 at 11:47 am


જામનગરથી અંદાજીત 10 કિ.મી. દુર આવેલ ચેલા-2 ગામના માલધારી સમાજ તેમજ સાથે વસતા અંદાજીત 150 જેટલા મકાનોના રહેવાસીઆેની પરિસ્થિતિ ખુબ જ દયનીય હોય, પાણીની જે પ્રમાણે ગુજરાત અને જામનગરમાં લોકોને જે હાલાકી પડી રહી છે તેનો જીવતો જાગતો દાખલો ચેલા-2 ગામની મુલાકાત વખતે ‘આજકાલ’ની ટીમને જોવા મળ્યો હતો, હાલ જે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જળસંચય અભિયાન તેમજ સુજલામ-સુફલામ યોજનાઆેનો દૌર ચાલી રહ્યાે છે જેની અંદર કાગળો ઉપર તો ઘણી બધી કામગીરી દેખાઇ રહી છે પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ જ દેખાય છે, આજકાલની ટીમ દ્વારા આ ગામની મુલાકાત વખતે લોકોની આજીજી સાંભળવામાં આવી હતી અને લોકોને પાણી માટે જે વલખા મારવા પડે છે તે પણ અમારી ટીમ દ્વારા અનુભવાયું, હાલ ત્યાં પાણીના બે ટાંકાની જરૂરીયાત હોય ત્યાં તંત્ર દ્વારા પાણીનો એક ટાંકો આપવામાં આવે છે તે પણ અનિયમીત, ટાઇમટેબલ વગરનું પાણી વિતરણ કરવામાં આવે છે. આ અનિયમીતતાને લીધે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે સ્પષ્ટ તસવીરોમાં દેખાય છે તેમજ તંત્ર દ્વારા ગ્રામજનોની પરેશાનીનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી. ભારત દેશ આઝાદ થયાને 69 વર્ષ થયા તેમ છતાં હજુ પણ એવા ઘણા ગામો અને શહેરો છે કે ત્યાંના લોકોને પ્રાથમિક સુવિધાના નામે ફકત મીડુ મળે છે, સરકારે આ વસ્તુની ગંભીરતા દાખવી અને લોકોની પ્રાથમિક સુવિધાને સંપૂર્ણ ન્યાય આપવો જોઇએ અને ફકત વાટાઘાટા અને લોકાર્પણના કાર્યક્રમોમાંથી બહાર નિકળી અને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ.

સરકાર દ્વારા વિકાસની મોટી-મોટી વાતો કરવામાં આવે છે પણ જામનગરથી 10 કિ.મી. દુર ચેલા-2 ગામનો વિકાસ કયાંક નકશામાંથી અલોપ થઇ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાય છે, બાળકો પણ પોતાની રમત ગમતો છોડી અને પોતાના પરિવાર સાથે આગલા દિવસની તૈયારીમાં પાણી ભરવા માટે વલખા મારતા હોય છે, તેમજ ગંદકી, લાઇટ, પાણી, રસ્તા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઆેથી લોકો વંચીત છે અને આ પરિસ્થિત સ્પષ્ટ સુચવે છે કે, વિકાસ ચેલા-2ના ગ્રામજનોથી રિસાઇને કયાંક ચાલ્યો ગયો હોય તેવું નજરે પડે છે. સસોઇ ડેમ ખાલી થતાં શહેરમાં સપ્તાહ માટે વધુ એક દિવસનો પાણી કાપ મુકવામાં આવતા દેકારો બોલી ગયો છે, જો કે આસપાસના ગામડાઆેની સ્થિતિ તો પાણીને લઇને ભારે દયનીય છે અને ગ્રામજનો માટે પાણીના પ્રñે બોલવા માટે હજુ સુધી કોઇ અવાજ ઉઠયો નથી ત્યારે વરસાદ સમયસર ન પડે તો ગ્રામ્ય વિસ્તારની પ્રજા પાણીની બુંદ-બુંદ માટે તરસશે એવું હાલની તકે દેખાય છે અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે પાણીની જરૂરીયાત પુરતા પ્રમાણમાં પુરી પાડવા લોકોમાંથી પણ લાગણી ઉઠી છે.

print

Comments

comments

VOTING POLL