પાણી મુદ્દે સિહોર કાગ્રેસના ધરણા કલાકોમાં સમેટાયા

April 21, 2017 at 11:54 am


સિહોર શહેરમાં પાણીની સમસ્યા ઘેરી બની છે લોકો પાણી માટે રીતસર ટળવળે છે લોકોને 15 – 15 સુધી પાણી નથી મળતું પાણીનો કકળાટ હવે આ ગામમાં નવો નથી રહ્યા આ શહેરમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકટ બનતી જાય છે અને સત્તા પર બેઠેલા માત્ર તમાશો જોવે છે તેમ લોકો કહી રહ્યા છે. આ મુદ્દાને હાથ પર લઇ કાગ્રેસે ધરણા યોજ્યા હતા. જો કે, 10 દિવસમાં યોગ્ય થવાની ખાતરી મળતા ધરણા સમેટી લેવાયા હતા.
લોકોની સમસ્યા કે લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવામાં કોઈને રસ નથી પૂર્વ નિર્ધારિત મુજબ સિહોર કાેંગ્રેસ દ્વારા પાણીના મુદ્દે નગરપાલિકા કચેરી સામે ધરણા યોજવામાં આવ્યા હતા જેમાં અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા આ ધરણા દરમિયાન વોર્ડ નં બે વિસ્તારની મહિલાઆેનું ટોળું દોડી જઈને પાણી મુદ્દે રોષ વ્યકત કર્યો હતો મહિલાઆએ જણાવ્યું હતું કે અમને 20 – 20 દિવસથી પાણી નથી મળ્યું. જોકે ધરણા કાર્યક્રમના એકાદ કલાકમાં ચીફ આેફિસર અને નગર પાલિકા સ્ટાફ દ્વારા મુલાકાત લીધી હતી અને નગર પાલિકા અધિકારી દ્વારા પાણીના મુદ્દે આવતી એક તારીખ સુધીમાં યોગ્ય કરવાની ખાતરી અપાતા હાલ ધરણા સમેટાયા હતા.
કાગ્રેસ દ્વારા પણ આવતી તારીખ એક સુધીમાં યોગ્ય નહી થાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે અહી આવતી તારીખ એક સુધીમાં પાણી વગરની પાલિકા વચન પૂરૂ કરીને બોલ્યું પાળશે કે પછી ઘેરી બનેલી પાણીની સમસ્યામાં કાગ્રેસ ફરી મેદાનમાં આવશે તે જોવું રહ્યું.

print

Comments

comments

VOTING POLL