પાણી વેરો ન ભરનારા 280 આસામીઆેના નળ કનેકશનો કટ્ટ કરતું કોર્પોરેશન

February 5, 2018 at 1:39 pm


જામનગર મહાપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી પાણી વેરો અને મિલ્કત વેરો ન ભરનારાઆે સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, અને આ ઝુંબેશ દરમ્યાન 280 કનેકશનો કાપી નાખવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં અલગ અલગ વોર્ડમાં થઇને કુલ રૂા. 1 કરોડ 88 લાખ 69 હજાર 786ની રકમની વસુલાત કરવામાં આવી છે.

વોટરવર્કસ શાખા કાર્યપાલક ઇજનેર દિનેશ છત્રાળાના જણાવ્યા મુજબ 2006 પહેલાના અને 2006 પછીના વોટર ચાર્જની બાકીની રકમ ઉઘરાવવા માટે નોટીસો પાઠવવામાં આવી હતી, અને તા.3 ફેબ્રુઆરી સુધીમાં 280 નળ કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતાં, આ કામગીરીને વેગ આપવા માટે નાયર કમિશ્નરને અધ્યક્ષતામાં દરેક ટીમનો રીવ્યુ લઇ પાણી ચાર્જની રોકાતી રકમ ન ભરે તેવા આસામીઆેના નળ કનેકશનો કટ્ટ કરી નાખવાની સુચના આપવામાં આવી છે મ્યુ. કમિશ્નર રણજીતસિંહ બારડની આગેવાની હેઠળ વધુને વધુ આવક થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને 19 વોર્ડમાં 19 ટીમ દ્વારા આ ચેકીગ કરવામાં આવી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL