પાનની દુકાનમાંથી 3 વખત પ્લાસ્ટિક મળશે તો કરાશે સીલઃ બંછાનિધિ પાની

August 11, 2018 at 5:24 pm


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તેમણે ‘આજકાલ’ના ધરોહર ધનરાજભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલ જેઠાણી સાથે પારિવારિક વાતાવરણ વચ્ચે મુકતમને રાજકોટ શહેરની વર્તમાન સ્થિતિ અને ભાવિ વિકાસ અંગેના આયોજનની નિખાલસ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ‘આજકાલ’ દૈનિકની સામાજિક ઉત્તરદાયિત્વ સાથેના પત્રકારત્વની પ્રશંસા કરી હતી. પ્લાસ્ટિક ફ્રી રાજકોટ બનાવવા માટે ‘આજકાલ’એ શરૂ કરેલા અભિયાનને તેમણે આવકારદાયક ગણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં જો રાજકોટ શહેરની કોઈપણ પાનની દુકાનમાંથી સતત ત્રણ વખત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળશે તો તે દુકાન સીલ કરી દેવામાં આવશે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વિશ્વસ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યું છે ત્યારે રંગીલા રાજકોટ શહેરને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુકત કરવા માટે હાલ સુધીમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે જેમાં ચાની હોટલોમાં વપરાશમાં લેવાતા પ્લાસ્ટિક ટી કપ, પાણીના પ્લાસ્ટિક પાઉચ, પ્લાસ્ટિક ઝભલા સહિતના યુઝ એન્ડ થ્રાે કેટેગરીના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને લગાતાર તે અંગેનું ચેકિંગ અને દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ દુકાનદારો પાસેથી દંડની વસુલાત પણ કરવામાં આવી રહી છે.કમિશનરે ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે હવે મહાપાલિકા તંત્રની દુકાનદારોને લાસ્ટ વોનિ¯ગ છે. આગામી દિવસોમાં પાનમસાલાની દુકાનો સહિતની કોઈપણ દુકાનોમાંથી સતત ત્રણ વખત પ્રતિબંધિત પ્લાસ્ટિક મળશે તો દુકાન સીલ કરી દેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં દુકાન સીલ કરવાની સત્તા ડેપ્યુટી કમિશનરસ્તરે જ છે પરંતુ પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રણમાં લેવા આગામી દિવસોમાં દુકાન સીલ કરવાની સત્તા વોર્ડ લેવલે ડેપ્યુટી ઈજનેર સુધી આપવામાં આવશે.

પાર્કિંગ સમસ્યા ઉકેલવા દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે

રાજકોટ શહેરમાં વાહન પાર્કિંગની ગંભીર સમસ્યા ઉકેલવા માટે મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ લગાતાર ચાલુ રાખવામાં આવશે. મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં દુકાનો બહાર કરાયેલા છાપરા-આેટલાના દબાણો દૂર કરાશે.

તદ્ ઉપરાંત હાલમાં શહેરના અનેક કોમશિર્યલ કોમ્પ્લેકસમાં સેલર પાર્કિંગની સુવિધા હોવા છતાં તેમાં પાર્કિંગ કરવા દેવામાં આવતું નથી તે અંગે ચેકિંગ કરાશે અને નોટિસો અપાશે.

હાલમાં શહેરમાં 23 સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં વધુ 25 સ્થળોએ પે એન્ડ પાર્કની નવી સાઈટ્સ શરૂ કરાશે.

પાણીપુરી હાઇજેનિક હોવી જોઇએ ઃ સ્વાસ્થ્ય માટે લોકો જાગૃત બને

રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ પાણીપુરીના ધંધાર્થીઆે પર ધાેંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે કમિશનર પાનીએ કહ્યું હતું કે, પાણીપુરી ખાવામાં કોઈ વાંધો નથી પરંતુ તેનું ઉત્પાદન અને વેચાણ સ્થળ તેમજ બનાવવાની પધ્ધતિ હાઈજેનિક હોવી જોઈએ. તંત્રવાહકો દરોડા પાડી અખાÛ પદાર્થનો નાશ કરી રહ્યા છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખુદ લોકોએ પણ જાગૃત બનવું પડશે. કોઈપણ સ્થળે અનહાઈજેનિક વાતાવરણ જોવા મળે તો ત્યાં આગળ ખોરાક ખાવો ન જોઈએ.

ટ્રાફિક સમસ્યા ઉકેલવા વધુ પાંચ બ્રિજ બનાવાશે

રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે આગામી દિવસોમાં શહેરમાં વધુ પાંચ સ્થળોએ બ્રિજ બનાવવામાં આવશે તેમ જણાવી મ્યુનિસિપલ કમિશનર કહ્યું હતું કે, રૈયારોડ પર આમ્રપાલી ફાટકે અન્ડરબ્રિજ, લક્ષ્મીનગરના નાલા ખાતે અન્ડરબ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોકમાં આેવરબ્રિજ, ગાેંડલ ચોકડીએ આેવરબ્રિજ અને કે.કે.વી. ચોકમાં અન્ડરબ્રિજનું નિમાર્ણ કરવામાં આવશે.

મિલકતવેરામાં કાર્પેટ પધ્ધતિની અમલવારી એ સર્વશ્રેષ્ઠ નિર્ણય…

રાજકોટ શહેરમાં સવા બે વર્ષના કાર્યકાળમાં લીધેલા અનેક નિર્ણયોમાં મિલ્કત વેરામાં કાર્પેટ એરિયા બેઈઝ ટેકસ આકારણીની પધ્ધતિ લાગુ કરવાનો નિર્ણય સર્વશ્રેષ્ઠ લાગ્યાનું જણાવી કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું કે, આ પધ્ધતિની અમલવારી ‘બિગેસ્ટ સ્ટ્રકચરલ રિફોમ્ર્સ’ બની રહેશે.

કમિશનર બંછાનિધિ પાનીએ ગુજરાત શા માટે પસંદ કર્યું ? ખોલ્યું રાઝ…

બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રને વર્લ્ડકલાસ મ્યુઝિયમ બનાવવાનો પ્રાેજેકટ એટલા માટે તેમનો ડ્રીમ પ્રાેજેકટ છે કારણ કે તેઆેએ અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ તેમને હોમ સ્ટેટ આેરિસ્સામાં આઈપીએસ કેડરમાં પોસ્ટિ»ગ મળી શકે તેમ હતું પરંતુ તેમણે આઈએએસ બનીને ગુજરાત આવવાનું પસંદ કર્યું કારણ કે ગુજરાત એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વંભભાઈ પટેલની કર્મભૂમિ છે. આથી ગુજરાતમાંથી જરૂરથી તેમને કંઈક જીવનમાં નવું મળશે તેવું વિચારીને

તેઆે ગુજરાત આવ્યા હતા. આઇ-વે પ્રાેજેકટ સફળતાપૂર્વકપૂર્ણ કર્યાનો અનહદ આનંદ

રાજકોટ શહેરમાં કોઈ પ્રાેજેકટ સાકાર કરવાનો અનહદ આનંદ મળ્યો હોય તો એ છે આઈ-વે પ્રાેજેકટ તેમ જણાવી કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં એક હજાર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે જેનાથી ગુનાખોરી, ટ્રાફિક સહિતની અનેક બાબતો પર તંત્રનું સીધું નિયંત્રણ આવી શકશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ લખનૌ ખાતેના એક સેમિનારમાં રાજકોટના આઈ-વે પ્રાેજેકટની પ્રશંસા કરી હોવાનું તેમણે ઉમેર્યું હતંુ.

રાજકોટમાં હવે પાણી પ્રñ ભૂતકાળઃ 24 કલાક વિતરણનો પ્રાેજેકટ તૈયાર

રાજકોટ શહેરમાં હવે પાણી પ્રñ ભૂતકાળ બની ગયાનું જણાવી કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, હાલમાં શહેરમાં 24 કલાક પાણી વિતરણ કરવા અને ઘરે ઘરે વોટર મિટર મુકવાનો પ્રાેજેકટ તૈયાર થઈ રહ્યાે છે. વરસાદ ખેંચાય તો પણ સૌની યોજનાથી સૌ સારાવાના થશે.

સ્માર્ટ સિટી પ્રાેજેકટની કામગીરી પૂરજોશમાં શરૂ

રાજકોટ શહેરની કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રાેજેકટમાં પસંદગી થયા બાદ ત્રીજા રાઉન્ડમાં પણ રાજકોટ સૌથી આગળ રહ્યું છે. હાલમાં આ પ્રાેજેકટ અંતર્ગત કન્સલ્ટન્ટની પણ નિમણૂક થઈ ગઈ છે. કંપનીનું ફોર્મેશન થઈ ગયું છે. રેસકોર્સ-2 અને અટલ સરોવર પણ સ્માર્ટ સિટી એરિયામાં ડેવલપ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં 6 હજાર વ્યિક્તની બેઠક ક્ષમતા સાથેનું મેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટર નિમાર્ણ થશે. એકંદરે સ્માર્ટ સિટી પ્રાેજેકટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

સ્માર્ટ પેરેન્ટસ ! આેરી-રૂબેલા રસીકરણમાં રાજકોટ નંબર-1

રાજકોટ શહેર આેરી-રૂબેલા રસીકરણમાં 66 ટકા લક્ષ્યાંક સિધ્ધિ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં નંબર-1 આવ્યું છે તે બદલ રાજકોટના વાલીગણને તેમણે અભિનંદન આપ્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે, આેરી-રૂબેલાના રસીકરણથી બાળકો આજીવન તંદુરસ્ત રહે છે અને વાઈરલ રોગો થતાં નથી. હજુ સુધી જેમણે આ રસીકરણ કરાવ્યું ન હોય તે લોકો રસીકરણ કરાવી લે. આેરી-રૂબેલાના રસીકરણથી કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી તેથી આવી કોઈ અફવાથી ગેરમાર્ગે દોરાવું નહી.

રાજકોટ કેવું લાગ્યું ? પાનીએ કહ્યું બપોરે રાત્રી જેવું, રાત્રે બપોર જેવું !

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની અનેક શહેરોમાં ફરજ બજાવીને હાલ રાજકોટ શહેરમાં કાર્યરત છે ત્યારે તેમને રાજકોટ કેવું લાગ્યું ં તેમ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં બપોરના સમયે રાત્રી જેવું વાતાવરણ થઈ જાય છે અને રાજકોટની નાઈટ લાઈફ એવી છે કે, રાત્રે બપોર જેવું વાતાવરણ લાગે છે. એકંદરે રાજકોટ ખરા અર્થમાં રંગીલુ શહેર હોવાનું અને હવે તો રાજકોટ તેમના પસંદગીના શહેરો પૈકીનું એક હોવાનું જણાવ્યું હતું.

સ્માર્ટ સિટી પ્રાેજેકટની કામગીરી પૂરજોશમાં શરૂ

રાજકોટ શહેરની કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રાેજેકટમાં પસંદગી થયા બાદ ત્રીજા રાઉન્ડમાં પણ રાજકોટ સૌથી આગળ રહ્યું છે. હાલમાં આ પ્રાેજેકટ અંતર્ગત કન્સલ્ટન્ટની પણ નિમણૂક થઈ ગઈ છે. કંપનીનું ફોર્મેશન થઈ ગયું છે. રેસકોર્સ-2 અને અટલ સરોવર પણ સ્માર્ટ સિટી એરિયામાં ડેવલપ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં 6 હજાર વ્યિક્તની બેઠક ક્ષમતા સાથેનું મેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટર નિમાર્ણ થશે. એકંદરે સ્માર્ટ સિટી પ્રાેજેકટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અમીન માર્ગ- કાલાવડ રોડ પર રાત્રીબજાર શરૂ કરાશે

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ડો.દસ્તુર માર્ગ ઉપર જગ્યા આેછી પડતાં તેમજ વાહન પાર્કિંગનો પ્રñ સજાર્વાની ભીતિએ રાત્રીબજાર ત્યાં આગળ બનાવવાનું આયોજન રદ કરવામાં આવ્યું છે પરંતુ આગામી દિવસોમાં અમીન માર્ગ-150 ફૂટ રિ»ગરોડ કોર્નર પરના પ્લોટમાં અથવા તો કાલાવડ રોડ પર એ.જી. ચોકથી આગળના ભાગે રાત્રીબજાર શરૂ કરવાનું વિચારાધિન છે અને ટૂંક સમયમાં આ અંગેની કાર્યવાહી શરૂ થશે.

કમિશનરે ઉમેર્યુ હતું કે રાત્રી બજાર સમગ્ર શહેરના ત્રણેય ઝોનમાં બને તે માટે વિચારણા ચાલી રહી છે. સૌપ્રથમ પાયલોટ પ્રાેજેકટના ભાગરૂપે પશ્ચિમ ઝોનમાં અમીન માર્ગ કોર્નર અથવા તો કાલાવડ રોડ પર એ.જી.ચોકથી આગળના ભાગે રાત્રી બજાર શરૂ કરવા માટે હાલમાં સર્વે કરવામાં આવી રહ્યાે છે. આગામી દિવસોમાં મધ્ય ઝોનમાં તેમજ પૂર્વ ઝોનમાં ઉપલા કાંઠા વિસ્તારમાં પણ રાત્રી બજાર શરૂ કરાશે. રાત્રી બજાર શરૂ કરવાનો હેતુ એ પણ છે કે, શહેરીજનો સહપરિવાર રાત્રીના સમયે પણ હાઈજેનીક ફ્રwડ માણી શકે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ એ જ મારો ડ્રીમ પ્રાેજેકટ

મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર (મહાત્મા ગાંધી મ્યુઝિયમ)નો પ્રાેજેકટ એ જ કમિશનર બંછાનિધિ પાનીનો ડ્રીમ પ્રાેજેકટ છે. શહેરના જવાહર રોડ પર આલ્ફ્રેડ વિદ્યાલય (મહાત્મા ગાંધી વિદ્યાલય) ખાતે મ્યુઝિયમનું નિમાર્ણકાર્ય ચાલી રહ્યું છે. આ મ્યુઝિયમમાં લેસર-શો, લાયબ્રેરી બૂક શોપ, વર્કશોપ, કિડ્સ ઝોન, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઆે ઉપલબ્ધ રહેશે. રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી થશે ત્યારે રાજકોટમાં પણ આમ્યુઝિયમ થકી સર્વશ્રેષ્ઠ ઉજવણી થઈ શકશે. મોડામાં મોડું સપ્ટેમ્બર-2018 સુધીમાં મ્યુઝિયમનું લોકાર્પણ થઈ જશે. આ મ્યુઝિયમની સારસંભાળ સારી રીતે લઈ શકાય અને સારામાં સારું સંચાલન થાય તે માટે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપનીને તેનું સંચાલન સાેંપવામાં આવશે. ટિકિટના દર મહાપાલિકા નકકી કરશે અને તેની આવક પણ મહાપાલિકા રાખશે. આગામી સપ્તાહ સુધીમાં સંચાલન સાેંપવા માટેના ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL