પાનેલીનાં પાટીદાર પરિવાર પુત્રનાં જન્મદિને દિવ્યાંગ બાળકો માટે યોજાયો ભોજન સમારોહ

August 6, 2018 at 11:26 am


ઉપલેટા તાલુકાના પાનેલી ગામના વતની અને હાલ વળોદરા રહેતા પાટીદાર ઉદ્યાેગપતિનાં પુત્રના જન્મ દિવસ ઉજવણી દાદીમાની ઇચ્છા મુજબ દિવ્યાંગ બાળકોને જમાડીને કરવામાં આવી હતી.

પાનેલી ગામના મુળ વતની બાબુબાપા ઘોડાસરાના પ્રપૌત્ર વંશના જન્મ દિવસની ઉજવણી વંશના દાદીમાં જમકુબેનની ઇચ્છા મુજબ તેમના પુત્ર મનસુખભઇના પુત્રવધૂ વિજયાબેન, પ્રવિણભાઇના પુત્રવધૂ પાર્વતીબેન વંશના પપ્પા જયદિપભાઇ મમ્મી રિધ્ધીબેન તેમજ ફૈબા રુબ્બીબેન, ફુવા જયકુમાર પ્રવિણભાઇ માકડીયા સહિતનાં ઘોડાસરા પરિવારે વંશના બીજા વર્ષના જન્મદિવસની ઉજવણી ઉપલેટા શહેરમાં આવેલ દિવ્ય જયોત વિકલાંગ બાળકોની સંસ્થાને દુધપાક અને પુર સહિતની બાળકોને મનગમતી વસ્તુનું ભોજન કરાવી પાનેલીના શિક્ષિત પરિવાર કેક કાપવાને બદલે દિવ્યાંગ બાળકોને રાજી કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.

print

Comments

comments

VOTING POLL