પાન-મસાલા ગુટખા ઉપર 232 ટકા જીએસટી હશે

May 19, 2017 at 8:01 pm


જીએસટી વ્યવસ્થા હેઠળ 350 સીસી એન્જિન ક્ષમતાથી વધારેની ક્ષમતાની બાઈક, ખાનગી જેટ વિમાનાે, માેંઘી લક્ઝુરીયસ બાેટની ખરીદી ઉપર 31 ટકાના દરે જીએસટી લાગુ કરવામાં આવશે. પાન, મસાલા, ગુટખા પર જીએસટીના ટોચના દરથી ઉપર 204 ટકા પેટા ટેક્સ લાગુ કરવામાં આવશે. જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી કરવામાં આવી રહી છે. જીએસટી પરિષદની બે દિવસીય બેઠકમાં આજે આ મુજબના નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ તમામ પ્રકારની કાર, બસ, ટ્રક, મોપેડ અને બાઈકોની સાથે સાથે વ્યક્તિગત ઉપયોગના વિમાન, લકઝરી બાેટ પર સાૈથી ઉંચા દર 28 ટકાના દરે જીએસટી લાગુ થશે.

આ ઉપરાંત તમામ પ્રકારની કાર, એસયુવી અને 350 સીસીવાળી બાઈકો પર વધારાના પેટા કરવેરા લાગુ થશે. ખાનગી વિમાનાે, લક્ઝુરીયસ બાેટ અને વધુ ક્ષમતાવાળી બાઈકો પર 28 ટકાથી ઉપર ત્રણ ટકા પેટા કર લાગુ કરવામાં આવશે. આ રીતે તેના ઉપર કુલ 31 ટકાના દરે જીએસટી લાગુ થશે. આવી જ રીતે ચાર મીટરથી આેછી લાંબી અને 1200 સીસીના પેટ્રાેલ એન્જિનવાળી કાર પર 28 ટકાથી ઉપર એક ટકા પેટા કરવેરા લાગુ થશે. 1500 સીસીથી આેછી ક્ષમતાવાળી નાની ડિઝલ કારો ઉપર જીએસટીના ટોચના દરથી ઉપર ત્રણ ટકા પેટા કરવેરા લાગુ થશે. આવી જ રીતે મધ્યમ કદની કાર, એસયુવી, લકઝરી કાર પર 28 ટકાથી ઉપર 15 ટકાના દરે પેટા કરવેરા લાગુ થશે. બસ અને આવી ગાડીઆે જેમાં 10થી વધારે લોકો બેસી શકે છે તે વાહનાે ઉપર આજ દરથી ઉપર પેટા કરવેરા લાગુ થશે. 1500 સીસીના એન્જિનની ક્ષમતાથી વધારાની હાઈબ્રીડ કાર ઉપર પણ ટોચના જીએસટી દરથી ઉપર 15 ટકાના દરે પેટા કરવેરા લાગુ કરવામાં આવશે. એરેટીડ ડિÙન્ક્સ અને લીંબુપાણી પર ટોચના દરથી ઉપર 12 ટકાના દરે પેટા કરવેરા લાગુ થશે. પાન મસાલા, ગુટખા પર જીએસટીના ટોચના દરથી ઉપર 204 ટકાના દરે પેટા કરવેરા લાગુ કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે લકઝરી ચીજવસ્તુઆે પર 28 ટકાના ટોચના દરથી ઉપર પેટા કરવેરા લાગુ કરવા પર સહમતી થઈ ગઈ છે. તમાકુ પેદાશો પર 71 ટકાથી 204 ટકાના દરે પેટા કરવેરા લાગુ કરાશે. આવી જ રીતે ફિલ્ટર અને ફિલ્ટર વગરની સિગારેટ જેની લંબાઈ 65 મીલીમીટરથી વધુ રહેશે નહીં તેના પાંચ ટકાના દરે પેટા કરવેરા લાગુ કરાશે. આવી જ રીતે તેનાથી ઉપર પ્રતિ 1000 સિગારેટ પર 1591 લેવામાં આવશે. ફિલ્ટર વગરની 65 મીલીમીટરથી વધારીને પરંતુ 70 મીલીમીટરથી આેછી લંબાઈ ધરાવનાર સિગારેટ પર ટોચના દરથી ઉપર પાંચ ટકા જમા 2876 રૂપિયા પેટાકરવેરા લાગુ કરાશે. બ્રાન્ડેડ ગુટખા પર 72 ટકા પેટાકરવેરા લાગુ થશે. પાઈપ અને સિગારેટમાં ભરવામાં આવનાર તમાકુ મિશ્રણ પર 299 ટકાના દરે પેટા કરવેરા લાગુ કરાશે. આવી જ રીતે કોલસા, લિગ્નાઈટ પર સ્વચ્છ ઉજાૅ પેટા કરવેરા લાગુ કરવાનાે નિર્ણય કરાયો છે.

print

Comments

comments

VOTING POLL