પારાવાડામાં અઠવાડીયું બધં રહેલા મકાનમાંથી ૪૬ હજાર રૂપીયાની ઘરફોડી

February 12, 2018 at 1:21 pm


પોરબંદર નજીકના પારાવાડામાં અઠવાડીયું બધં રહેલા મકાનમાંથી ૪૬ હજાર રૂપીયાની ઘરફોડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પારાવાડા ગામે રહેતા અને હાલ ભેનકવડ ગામે વાડીએ ખેતમજુરીએ કરવા જતા ગીગા લખમણ પરમાર નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે એક અઠવાડીયા માટે ઘર બધં કરીને કામઅર્થે ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસી દરવાજાનું તાળું તોડીને રૂમમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ ૪૫ હજાર રૂપીયાની રોકડ તથા ૫૦૦ રૂપીયાના પીતળના બે બેડા અને ૫૦૦ રૂપીયાના કાંસાના ૧૦ વાસણ સહિત ૪૬ હજાર રૂપીયાનો મુદ્દામાલ ચોરી લીધો હતો

print

Comments

comments

VOTING POLL