પારાવાડા ગામે યુવાન ઉપર લોખંડના પાઇપ અને ધોકાવડે હુમલો

April 21, 2017 at 2:09 pm


પારાવાડા ગામે યુવાન ઉપર લોખંડના પાઇપ અને ધોકાવડે હુમલો થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.પારાવાડાના રામા લાખા મકવાણા ઉ.વ. રર એ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેના ભાણેજ ધર્મેશ અને મેરૂ પુંજા ચાંચીયાના દિકરા રામને ઝઘડો થયો હતો આથી રામાભાઇ મકવાણા મેરૂભાઇને સમજાવવા ગયા ત્યારે મેરૂ પુંજા, રાણા મેરૂ અને રેખાબેન મેરૂએ રામાભાઇ તથા તેની સાથે રહેલા પરિવારના સભ્યને લાકડાના ધોકા અને લોખંડના પાઇપવડે માર મારી ગાળો દીધી હતી.

ફોન ઉપર ધમકી
રાણાકંડોરણાના આલા ચના રાતિયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેના જ ગામના સુભાષ પટેલે કોઇ કારણોસર આલાને ફોન ઉપર ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

print

Comments

comments

VOTING POLL