પાર્ટીમાં વિદેશી દારૂ ન પીરસાયો તો ફાઈવસ્ટાર હોટલ ઉપર કરાયો કેસ

April 19, 2017 at 7:24 pm


મુંબઈના એક મોટા ગજાના કારોબારી પાર્ટીમાં ઈમ્પોર્ટેડ શરાબ નહીં પીરસવા બદલ એક ફાઈવ સ્ટાર હોટલને અદાલત સુધી ખેંચી ગયા છે. સંજય જિંદલ નામના કારોબારીએ મુંબઈ સ્થિત ઈન્ટરનેશનલ ચેઈનની એક હોટલ પર કેસ કરતાં એડવાન્સ પેમેન્ટ, ૮ લાખનું વળતર અને લેખિતમાં માફીની માગણી કરી છે.

જિંદલ ડ્રગ્સ પ્રાઈવેટ લિમિટેડના સંજય જિંદલે ગત મહિને યોજાયેલી પાર્ટીમાં ઈમ્પોર્ટેડ શરાબના બદલે ભારતમાં બનેલી વિદેશી શરાબ (આઈએમએફએલ) પીરસવાને લઈને લોઅર પરેલ સ્થિત સેન્ટ રેજિસ હોટલ વિરૂધ્ધ કેસ કર્યેા છે. જિંદલે આરોપ લગાવતાં કહ્યું કે ઈમ્પોર્ટેડ દારૂ પીરસવા લઈને આઈએમએફએલ શરાબ હોટલ દ્રારા જાણીજોઈને પીરસવામાં આવી હતી કેમ કે આનાથી તેને બમણો નફો થઈ રહ્યો હતો. વકીલ વિવેક કાંતાવાલા દ્રારા નોંધાવેલા કેસમાં જિંદલે કહ્યું કે ૨૫ માર્ચ લૂના નૂડો નાઈટ કલબમાં યોજાયેલી પાર્ટી માટે ૪ લાખ રૂપિયાનું એડવાન્સ ચૂકવણું કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, રેસ હોર્સ માલિક, પોલો અને રેસના દિગ્ગજો તથા મનોરંજન જગતની હસ્તીઓ સામેલ થઈ હતી.
જિંદલે કહ્યું કે મહાલમી રેસકોર્સમાં એક પાર્ટી દરમિયાન તેમણે હોટલના જનરલ મેનેજર સાથે સીધી વાત કરી હતી. એ પાર્ટીથી પ્રભાવિત જિંદલે પોતાની પાર્ટી પણ એ હોટલમાં કરવાનો નિર્ણય કર્યેા હતો. પાર્ટી માટે જિંદલે પ્રતિ વ્યકિતદીઠ ૬ હજાર પ્લસ ટેકસ આપ્યો હતો અને નક્કી કયુ હતું કે પાર્ટીમાં માત્ર વિદેશી ઈમ્પોર્ટેડ દારૂ જ પીરસવામાં આવશે.

પાર્ટી દરમિયાન જ એક મહેમાને જિંદલને ભારતીય બ્રાન્ડ પીરસાઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. જિંદલે બારના સ્ટાફને આ અંગે પૂછયું તો તેણે જણાવ્યું કે અમાથી ભૂલ થઈ ગઈ છે અને આ ભારતીય દારૂ એવા લોકોને જ પીરસાયો છે જેઓ વોડકા લેવા માગતા હતાં. જિંદલે કહ્યું કે માગણી મુજબની બેલ્વેદેરે વોડકાની બોટલ્સ સ્ટોકમાં નહોતી તેથી અમારી સાથે છેતરપિંડી થઈ છે. જિંદલે ૨૯ માર્ચે હોટલને કાનૂની નોટિસ મોકલી છે. હોટલે ઈ–મેઈલ મારફતે જિંદલની માફી માગી લીધી છે. હોટલે કહ્યું કે આ ઘટના તેના માટે આખં ખુલવા સમાન છે અને તેઓ આ ઘટનાથી દુ:ખી છે. હોટલે કહ્યું કે જિંદલે ૯ વાગ્યે પાર્ટી શરૂ થયા પહેલા પોતે જ તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કયુ હતું. પાર્ટી મોડીરાત્રે ૨:૩૦ વાગ્યા સુધી ચાલતી રહી તેથી સ્પષ્ટ્ર છે કે પાર્ટી સફળ જ રહી ગણાય. હોટલે કહ્યું કે પાર્ટી સમા થવા સુધી વિદેશી શરાબ સર્વ થઈ ચૂકી હતી અને ભારતીય બ્રાન્ડની શરાબ સર્વ કરવાની ભૂલ એક બારટેન્ડર દ્રારા થઈ હતી

print

Comments

comments

VOTING POLL