પાલિકાના કર્મીઆેની બીજા દિવસે હડતાલ યથાવતઃ શહેરમાં ઠેરઠેર ગંદકી

October 12, 2017 at 1:18 pm


પોરબંદર નગરપાલિકાના કર્મીઆેની બીજા દિવસે હડતાલ યથાવત રહેતા શહેરમાં ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે અને સફાઈકર્મીઆે દ્વારા સફાઈ નહી થઈ હોવાથી અનેક વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે.
7 મું પગારપંચ સહિત વિવિધ માંગણીઆેના અનુસંધાને ગુજરાતભરની નગરપાલિકાના કર્મચારીઆે દ્વારા ગઈકાલથી 3 દિવસની માસ સી.એલ. રજા સાથે આંદોલનનો પ્રારંભ થયો છે. તેની સાથે જોડાઈને પોરબંદર નગરપાલિકાના મહિલા કર્મચારી, સફાઈ કર્મચારીઆે સહિતના 500 જેટલા કર્મચારીઆે પાલિકા કચેરી સામે જ ધરણા ઉપર 3 દિવસ માટે બેસી ગયા છે અને પોતાની માંગણીઆેને લોકો સમક્ષ મૂકીને સરકાર ઉકેલ લાવે તેવું ઈચ્છી રહ્યા છે. આજે બીજા દિવસે પણ પાલિકાના કર્મચારીઆેની હડતાલ યથાવત રહી હતી. નગરપાલિકાના સુધરાઈ સભ્ય ભલાભાઈ મૈયારીયા સહિત કેટલાક સદસ્યોએ પણ કર્મચારીઆેની છાવણીની મુલાકાત લઈને પોતાની હમદદ} દશાર્વી હતી.
પોરબંદર નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ જગદીશભાઈ દાસાણી, સેક્રેટરી માવજીભાઈ જુંગી, ઉપપ્રમુખ ધનજીભાઈ શિયાળ તેમજ સફાઈ કામદારોના પ્રમુખ અજય બાબુભાઈ પુનાણીની રાહબરી નીચે ત્રણ દિવસના ધરણાનો પ્રારંભ થયો છે. જેમાં 150 જેટલા પાલિકાના કાયમી કર્મચારીઆે, 200 સફાઈ કામદારો અને 150 પેન્શન મંડળના સભ્યોનો સમાવેશ થાય છે. આ આંદોલનમાં મહિલા કર્મચારીઆે પણ જોડાયેલી છે. જો કે આવશ્યક સેવાઆેને અસર થાય નહી એ પ્રકારે નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઆે દ્વારા આયોજન પણ કરવામાં આવેલ છે. પરંતુ નગરપાલિકાના કર્મચારીઆેની હડતાલના બીજા દિવસે સફાઈકર્મીઆેના અભાવે શહેરના અનેક વિસ્તારમાં કચરાના ગંજ ખડકાઈ ગયા હતા અને ગટરો જામ થઈ જતા ગંદા પાણી રસ્તા ઉપર વહ્યા હતા.

કર્મચારીઆેની ત્રણ દિવસની આ હડતાલ સાતમું પગારપંચ, કાયમી નોકરી સહિત રોજમદારોને કાયમી કરવા, મહેકમ ખર્ચની મર્યાદા નાબુદ કરવા સહિતના પ્રñે સરકારમાં અનેક વખત રજુઆતો અને આંદોલન કરવા છતાં નિરાકરણ નહી આવતા અંતે ત્રણ દિવસ સુધી માસ સી.એલ. લઈને કર્મચારીઆેએ ધરણા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને તહેવારો દરમિયાન જ હડતાલ પાડી સરકારની આંખ ઉઘાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL