પાલિતાણાના વિરપુરમાં બંધ મકાનમાંથી 24 હજારની ચોરી

March 13, 2018 at 1:35 pm


પરિવાર જાત્રાએ ગયો અને તસ્કરોએ બંધ મકાનની બારીની ગ્રીલ તોડી પ્રવેશ્યા

પાલિતાણાના વિરપુર ભવાની મંદિર પાસે પરિવાર જાત્રા કરવા ગયો ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને બારીના સળિયા અને મકાનમાં પ્રવેશી એલ.ઇ.ડી., સોનાની 4 ચુંક, ભગવાનની મુતિર્આે સહિત રૂા.24 હજારની મત્તા લઇ નાસી છુટéા હતા.
પાલિતાણાના વિરપુર ભવાની મંદિરની સામે રહેતા કોળી ગોરધનભાઇ દેવશીભાઇ ગેંગડીયા ગત 23મીએ પરિવાર સાથે જાત્રા કરવા ગયા હતા. જાત્રા કરવા ગયેલા ગોરધનભાઇના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવતા બંધ મકાનની પાછળના ભાગે બારીના સળિયા કાઢી અંદર પ્રવેશી એલ.ઇ.ડી. ટી.વી. તેમજ સોનાની 4 ચુંક અને કૃષ્ણ ભગવાનની તથા ગણપતિની મુતિર્આે મળી કુલ રૂા.24,000ની મત્તા લઇ નાસી છુટéા હતા.
આ બનાવ અંગે ગોરધનભાઇએ ગઇકાલે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ચોરીનો ગુનો નાેંધી વધુ તપાસ પી.એસ.આઇ. વાળાએ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL