પાલિતાણાના શેત્રુંજી ડેમ વિસ્તારમાં પોલીસ હે.કો.પર છ શખ્સોએ કરેલો હુમલો

July 25, 2018 at 12:00 pm


ઇજાગ્રસ્ત હે.કો.એ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવતા પોલીસે હાથ ધરેલી તપાસ

પાલિતાણાના શેત્રુંજી ડેમ કેનાર પર ફરજ પરના પોલીસ જવાન પર છ શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજાઆે પહાેંચાડી નાસી છુટયાની ફરિયાદ પોલીસ જવાને પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં નાેંધાવી હતી.
ઘટના અંગે પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણાના શેત્રુંજી ડેમ સાઇટ કેનાર પર ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ નરભેરામભાઈ ધાંધલીયાએ શેત્રંુજી ડેમમાં રહેતા કિશન ભીમાભાઈ, રાહુલ ભીમાભાઈ, કરશન ભુપતભાઈ, વિજય ભીમાભાઈ (રે.ભીલવાસ, પાલિ.) તેમજ અન્ય બે અજાÎયા શખ્સો વિરૂધ્ધ ઝઘડો કરી પ્રથમ ઝપાઝપી કરી ત્યાર બાદ એક સંપ કરી ગે.કા.મંડળી રચી હુમલો કરી ઇજાઆે પહાેંચડયાની ફરિયાદ નાેંધાવતા પાલિતાણા રૂરલ પોલીસે કિશન ભીમાભાઈ, રાહુલ ભીમાભાઈ, કરશન ભુપતભાઈ, વિજય ભીમાભાઈ અને અન્ય બે અજાÎયા શખ્સો વિરૂધ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL