પાલીતાણા ઃ દિવસ હોય કે રાત સ્ટ્રીટ લાઇટના અજવાળા યથાવત…!

July 13, 2018 at 3:36 pm


કેટલાક વિસ્તારોમાં ચોવીસે કલાક એલઇડીના ઝળહળા

પાલિતાણામાં રાજય સરકાર દ્વારા સમગ્ર શહેરમાં એલઇડી લાઇટ શહેરની ખાંચા-ગલીઆે તેમજ જાહેર રોડ રસ્તાઆે ઉપર ફીટ કરીને પ્રકાશથી રોશની ફેલાવવાનો અને ઉજાર્ બચાવવા માટેનો સારો અભિગમ અપનાવેલ છે અને નગરપાલિકાને પણ આિથર્ક રીતે ફાયદો થાય તેમ છે પરંતુ પાલિતાણા શહેરમાં ઠેક ઠેકાણે દીવસે અને રાત્રે 24 કલાક સુધી અમુક લાઇટો ચાલુ હોય છે. તો આ લાઇટ ચાલુ જ હોય છે. તો પછી ઉજાર્ની બચત કઇ રીતે થાય !ં
ગારીયાધાર નગરપાલીકાની ડાયરેકટ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેલી જેથી કરીને પી.જી.વી.સી.એલ. કંપનીએ ડાયસેટ સ્ટ્રીટ લાઇટ વાપરવા બદલ ગારીયાધાર નગરપાલીકા પાસે દંડ વસુલ કરેલ તો પાલિતાણા પી.જી.વી.સી.એલ. કચેરીએ આવી ડાયરેકટ સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય તો તે માટે નગપાલીકા પાસેથી દંડ વસુલવો જોઇએ જેથી કરીને નગરપાલીકાની તંત્રની આંખ ઉધડે બીજી તરસ્થી શહેરના ઘણા આ વિકસીત વિસ્તારો અને પછાત વિસ્તારોનાં સ્ટ્રીટલાઇટો થી ખાચા ગળીઆે અને રોડ રસ્તાઆેને ઝળહળતા કરવા જોઇએ તેવી લોકોમાં માંગ ઉભી થયેલી છે.

print

Comments

comments

VOTING POLL