પાસપોર્ટ અને વિઝા લઈને યુવાનોને પાક. મોકલતું હિઝબુલ

July 17, 2017 at 11:45 am


કાશ્મીરમાંથી હવે હિઝબુલ મુજાહિદ્દીનના ભરતીના આખા મોડયુલનો અને સિસ્ટમનો પદર્ફિાશ થયો છે અને બારામુલ્લામાં હિઝબુલના ત્રણ આતંકવાદી જીવતાં પકડાઈ ગયા છે. પોલીસે એમ કહ્યું છે કે હવે બોર્ડર ક્રોસ કરીને યુવાનો પોકમાં જતાં નથી પરંતુ વિઝા અને પાસપોર્ટ લઈને પાકિસ્તાન જાય છે અને ત્યાં આતંકી કેમ્પોમાં તાલીમ લઈ રહ્યા છે.
હિઝબુલના પકડાયેલા ત્રણ આતંકીની પૂછપરછમાં આ ભરતીના મોડયુલનો પદર્ફિાશ થયો છે. આ મોડયુલથી યુવાનોને આતંકી પ્રવૃત્તિમાં જોડવામાં આવે છે. હિઝબુલના કમાન્ડર પરવેઝ વાની દ્વારા આ મોડયુલને ચલાવવામાં આવતું હતું.
પોલીસ દ્વારા આ આતંકીઓની પૂછપરછ કરવામાં આવી છે અને તેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે જે મુજબ પોકના આતંકી કેમ્પોમાં યુવાનોને મોકલવામાં આવી રહ્યા છે અને હવે એ લોકો વિઝા લઈને પાકિસ્તાન જાય છે અને ત્યાંથી સીધા આતંકી કેમ્પમાં ટ્રાન્સફર થઈ જાય છે. માન્ય વિઝા લઈને પાકિસ્તાન જતાં હોય તો કોઈ રોકી શકતું નથી. હિઝબુલના નેતાઓ દ્વારા યુવાનોને પાક. જવાના વિઝા આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી. આમ આ આખા નવા મોડયુલનો પદર્ફિાશ થતાં કાશ્મીરની સરકાર પણ સતર્ક થઈ છે.

print

Comments

comments

VOTING POLL