‘પિંક’ સ્ટાર્સ ફિર સે સાથ

April 2, 2018 at 5:19 pm


75 વર્ષના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના હજુ ઘણા બધા પ્રાેજેક્ટસ પર કામ કરવાનું બાકી છે. એક ફિલ્મનું કામ ખતમ ન થાય ત્યાં તો બીજી ફિલ્મ તેમની રાહ જોઇને ઊભી હોય છે. હાલમાં જ તેમણે આમીર ખાન અને કેટરિના કેફ સ્ટારર ‘ઠગ્સ આેફ હિંદુસ્તાન’નું શૂટિંગ પતાવીને ઘરે પહાેંચ્યા છે. હજુ તો હાશકારો લીધો નથી ત્યાં તો ફિલ્મકાર સુજાૅય ઘોષ સુજિત સરકાર દિગ્દશિર્ત ‘પિંક’ ફિલ્મનું રિયુનિયન કરાવવાની તૈયારી કરી રહ્યા છે. જી હા, સુજાૅય ઘોષ તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચનને પોતાની એક ફિલ્મમાં લેશે એવા ગરમાગરમ સમાચાર મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચને તો ફિલ્મને સાઇન કરી નાખી છે ને તાપસી તેમાં હીરોઇનની ભૂમિકામાં જોવા મળશે. અગાઉ બિગ બીએ સુજાૅય સાથે ‘તીન’, ‘અલાઉદ્દીન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તાપસી સાથે પહેલી વાર કામ કરવા જઇ રહ્યા છે. તાપસી તેની આગામી અભિષેક બચ્ચન અને વિકી કૌશલ સ્ટારર ‘મનમઝિર્યા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બિગ બી પણ હવે આયાન મુખજીર્ના દિગ્દર્શન હેઠળ બની રહેલી શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરી દેશે.

print

Comments

comments

VOTING POLL