પિસ્ટલ અને રિવોલ્વર સાથે પાંચ શખ્સો ઝડપાતા ચકચાર

March 20, 2017 at 2:25 pm


કામીનીયાનગર પાસે ધાડ પાડવાના ઇરાદે ત્રાપજ, કુંડળ, ઉમરાળા અને ગાંધીધામના શખ્સો ભેગા થયા હતા ત્યારે પૂર્વ બાતમીના આધારે એસઆેજીએ દબોચી લીધા હિથયારો, મોટરસાયકલ અને મોબાઇલ કબ્જે

ભાવનગરમાં ગ્રીલ માસ્ટર ગેંગ, ચડ્ડી બનિયાનધારી, પરપ્રાંતિય લુંટારૂઆે આ પ્રકારની ટોળી-ગેંગનો જે-તે સમયે આતંક હતો. જો કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કોઇ ખાસ ગેંગ શહેર અને જિલ્લામાં ચોરી-લુંટ ચલાવતી હોય તેવી ઘટના નાેંધાઇ નથી. આ સંજોગોમાં એક રાત્રે ઘાતક હિથયારો સાથે શહેરમાં લુંટ-ધાડ કરવાના ઇરાદે એકઠા થયેલા ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના મળી 5 શખ્સો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. આ શખ્સો પાસેથી પીસ્ટલ અને રીવોલ્વર પણ મળી આવતા તેમનો ઇરાદો કોઇપણ હિસાબે મોટી ઘટનાને અંજામ આપવાનો હતો તે સ્પષ્ટ થયું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેર જિલ્લામાં લુંટ તથા ધાડ જેવા ગુન્હાઆે બનવા ન પામે તેને લઇ એસ.આે.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. હકુમતસિંહ જાડેજાને નાઇટ પેટ્રાેલીગ સઘન કરવા સુચના આપી હતી.
ઇન્ચાર્જ પી.આઇ. જાડેજાની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પી.એસ.આઇ. એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એસ.આે.જી. સ્ટાફ પેટ્રાેલીગમાં હતાં તે દરમ્યાન બાતમી મળી હતી કે તળાજા જકાતનાકા પાસે એક ધાડુપાડુ ગેંગ હાઇ-વે ઉપર ધાડ પાડવાની છે.
ધાડુ પાડુ ગેંગની બાતમીને લઇ એસ.આે.જી. ટીમે મોડી રાત્રીના દોઢ વાગે તળાજા રોડ કામીનીયા નગરના નાકેથી ત્રાપજના ભીખુશા સતારશા શેખ, ગાંધીધામના જગદીશ ઘુઘા ઠાકોર, ધાંગધ્રાના મુકેશ ચંદુભાઇ કોપારણીયા અને કુંડળી ઉમરાળા તાલુકો રાણપુરના બળવંત ધનજી આેળકીયા અને વિજય જેમાભાઇ રાઠોડને ઝડપી લીધા હતાં.
ઝડપાયેલા શખ્સોની અંગ ઝડપી કરતા તેમની પાસેથી એક પીસ્ટલ અને એક રીવોલ્વર તથા એક કારતુસ મળી આવ્યો હતો. એલ.સી.બી.ના પી.એસ.આઇ એસ.એન.ચુડાસમાએ પાંચેયની આગવી ઢબે પુછપરછ કરતા ભીખુશા શેખ ચોરી લુંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું જ્યારે જગદીશ ઠાકોર રાજકોટ જિલ્લા જેલમાં બળાત્કારના ગુનામાં સજા ભોગવતો હોય પેરોલ મેળવ્યા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હતો. જ્યારે મુકેશ કોપારણીયા અનેક વાહન ચોરીમાં તેમજ બળવંત લુંટ, ધાડ ગેરકાયદેસર હિથયાર તેમજ ફાયરીગ સહિતના ગુનામાં સંડોવાયેલાનું તેમજ વિજય વિરૂધ્ધ પ્રાેહીબીશનના ગુનાઆેમાં સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું.
એસી.આે.જી.ના હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ ગોહિલએ પાંચેય વિરૂધ્ધ પોલીસે ગુનો નાેંધી વધુ તપાસ એલ.સી.બી.ના પી.એસ.આઇ. ચુડાસમાએ હાથ ધરી છે. પી.એસ.આઇ. ચુડાસમાએ ભીખુશા શેખની પુછપરછ કરતા તેને કબુલ્યું હતું કે મે અને જગદીશ તથા મુકેશે મળીને લુંટ અથવા ધાડ પાડવાનું નકકી કર્યું હતું જેના માટે હિથયારની જરૂર હોય રાણપુર તાલુકાના બળવંત અને વિજયને ફોન કરી વાત કરતા બન્ને જણ હિથયાર લઇ આવ્યા હતા.
આ કામગીરીમાં એસ.આે.જી.ના હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ ગોહિલ, કમલેશ ગઢવી, કોન્સ્ટેબલ સોહિલભાઇ ચાેંકીયા, જીતેન્દ્રભાઇ જાડેજા, રાજપાલસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલીયા, અશોકસિંહ ગોહિલઅને બલબીરસિંહ જાડેજા જોડાયા હતા આમ એસ.આે.જી.ની ટીમે હાઇ-વે રોડ ઉપર પાંચેય આરોપીઆેનેધાડ પાડે તે પૂર્વે જ ઝડપી લઇ મોટો ગુનો બનતા અટકાવ્યો હતો.

ધાડનું કાવતરૂ ત્રાપજના ભીખુશાએ ઘડéું હતું
ભાવનગર એસઆેજી ટીમે ધાડ પાડુ ગંેગને ઝડપી લઇ મોટો ગુનો બનતા અટકાવવામાં સફળ રહી છે. ધાડનું કાવતરૂ ત્રાપજના ભીખુશા શેખ અને જગદીશ ઠાકોર તથા મુકેશ કોપારણીયાએ ઘડéું હતું અને હિથયાર માટે કુંડળી ઉમરાળાના બળવંત આેબકીયાને વાત કરતા તે તેની સાથે વિજય રાઠોડને લઇ પિસ્ટલ તથા રિવોલ્વર સાથે લઇ ભાવનગર આવ્યો હતો. ભીખુશાને તમામ શખ્સો સાથે ભાવનગર જિલ્લા જેલમાં જ આેળખાણ થઇ હતી.
ધાડુ પાડુ ગેંગનો સાગરીત હિથયાર સુરતથી લાવ્યો હતો
રાણુપર તાલુકાના કુંડળી ઉમરાળા ગામના બળવંત આેળકીયાને ભીખુશાએ ધાડના કાવતરાની વાત કરી હિથયાર લાવવાનું કહેતા તે સુરતથી મુળ મધ્યપ્રદેશના ભીડના શિવનારાયણ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવતા ફરી સુરત પંથકમાં ગેરકાયદેસર હિથયારોની હેરાફેરી અને વેચાતા થતુ હોવાનું બહાર આવ્યું છે. સુરતમાં પરપ્રાંતિય લોકો રોજીરોટી રળવા આવે છે જેમાં અમુક ઇસમો ગેરકાયદેસર પ્રવૃિત્તઆે તેમજ ઘાતક હિથયારોનું વેંચાણ કરતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL