પીએનબી કાંડ : મેહુલ ચોક્સી અને ગીતાંજલિ સામે ચાર્જશીટ

May 16, 2018 at 8:16 pm


તપાસ સંસ્થા સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં અબજોપતિ જ્વેલર મેહુલ ચોક્સી, તેમની કંપની સામે તેની પુરક ચાર્જશીટ આજે દાખલ કરી હતી. ગીતાંજલિ ગ્રુપ હેઠળની તેમની કંપની સામે પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુંબઈમાં ખાસ સીબીઆઈ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ 16 અન્ય કંપનીઆેના નામનાે પણ ઉલ્લેખ કયોૅ છે અને તેમની સામે આક્ષેપબાજી કરી છે. ચોક્સી અને તેમની કંપની ઉપરાંત તમામ પર ફોજદારી કાવતરા, છેતરિંપડી, પ્રવેન્શન આેફ કરÃશન એક્ટ હેઠળ આરોપાે મુકવામાં આવ્યા છે. મેહુલ ચોક્સી, ગીતાંજલિ ગ્રુપ સામે હવે દિનપ્રતિદિન સકંજો વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યાાે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં ઉંડી તપાસનાે દોર જારી રહ્યાાે છે.

ઘટનાક્રમમાં સીબીઆઈએ પીએનબી કૌભાંડના સંદર્ભમાં તપાસ ચાલ્યા બાદ ફરાર રહેલા આરોપી નિરવ મોદી અને અન્યાે સામે કોર્ટમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ મુંબઈમાં સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાઈ છે જેમાં ઉષા સહિત બેંકના અનેક ટોપના અધિકારીઆેના નામનાે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ પીએનબીના કારોબારી ડિરેક્ટર કેવી બ્રñાજી રાવ, સંજીવ શરણ અને જનરલ મેનેજર (ઇન્ટરનેશનલ આેપરેશન) નેહલનાે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં સીબીઆઈએ નિરવ મોદી, તેમના નિશાલ મોદી અને સુભાષ પરબની ભૂમિકાનાે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુદી જુદી તપાસ સંસ્થાઆે સીબીઆઈ, ઇડી, ઇન્કમટેક્સ દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સી સામે તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાળાઆેએ હજુ સુધી જુદી જુદી ભૂમિકા બદલ 20 લોકોની ધરપકડ કરી છે. આરોપી જ્વેલસૅ નિરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યા છે. અલબત્ત વિદેશમાં રહેલા આ બંને આરોપીઆેએ તેમી સામે કરવામાં આવેલા આક્ષેપાેને રદિયો આÃયો છે. બીજી બાજુ સત્તાવાળાઆેનું કહેવું છે કે, કૌભાંડનાે પદાૅફાશ થાય તે પહેલા બંને શખ્સાે દેશ છોડીને ફરાર થઇ ગયા હતા. ઇડી અને સીબીઆઈ દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપિત્ત જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 13000 કરોડથી પણ વધુનાે ચુનાે પંજાબ નેશનલ બેંકને નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ લગાવ્યો હોવાના અહેવાલ આવી ચુક્યા છે. પીએનબી કાંડમાં હજુ નવી વિગત ખુલી રહી છે.

print

Comments

comments

VOTING POLL