પીએનબી પ્રકરણ : ચોક્સી એન્ટીગુવા ફરાર થઇ ગયો

July 24, 2018 at 7:35 pm


પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી અને ગીતાંજલિ જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સી અમેરિકાથી એન્ટીગુવા ફરાર થઇ ગયો છે. સુત્રોના કહેવા મુજબ ઇન્ટરપાેલ દ્વારા જારી કરવામાં આવેલી નાેટિસ બાદ એન્ટીગુવાના અધિકારીઆેએ આ અંગેની માહિતી આપી છે. ભારત સરકાર તરફથી ચોક્સીના પ્રત્યાપૅણના પ્રયાસાે શરૂ થઇ ચુક્યા છે. ચોક્સીની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરાયા છે. ચોક્સીએ ભારતમાં કાયદાકીય સકંજાથી બચવા માટે સાેમવારે નવી રમત રમી હતી. ચોક્સીએ મોબ લિંચિંગની શંકા વ્યક્ત કરીને સ્પેશિયલ કોર્ટ તરફથી પાેતાની સામે જારી બિનજામીનપાત્ર વોરંટને રદ કરવાની માંગ કરી હતી. હવે એન્ટીગુવા ફરાર થઇ ગયો છે. અહેવાલમાં કહેવા મુજબ ચોક્સીએ એન્ટીગુવામાં મોટાપાયે રોકાણ કરેલું છે. ત્યાંની નાગરિકતા પણ મેળવેલી છે. એન્ટીગુવાના કાયદા મુજબ જો તે દેશમાં કોઇ વ્યક્તિ ચાર લાખ ડોલરનું રોકાણ કરે છે તાે તેને ત્યાંની નાગરિકા મળી જાય છે. ચોક્સી પાસે એન્ટીગુવાના પાસપાેર્ટ પણ છે. ઇડી દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટની નાેંધ લઇને પ્રવેન્સન આેફ મની લોન્ડરિંગ એક્ટ કોટેૅ માર્ચ અને જુલાઈ મહિનામાં ચોક્સીની સામે બિનજામીપાત્રવોરંટ જારી કર્યું હતું. પીએનબી કૌભાંડનાે ખુલાસાે થતા પહેલા ચોક્સી દેશ છોડીને ફરાર થઇ ગયો હતાે. આ કેસમાં નિરવ મોદી પણ ફરાર છે. બંને સગા સંબંધીમાં છે.
બીજી બાજુ સ્પેશિયલ કોર્ટમાં દાખલ અરજીમાં ચોક્સીએ ભારત વાપસી પર તેના પૂર્વ કર્મચારીઆે, લેણદારો ઉપરાંત જેલ સ્ટાફ દ્વારા તતા કેદીઆે દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવી શકે છે. કર્મચારીઆેને પગારની ચુકવણી કરાઈ નથી. લોન પરત કરવામાં આવી નથી. આ તમામ લોકો નારાજ દેખાઈ રહ્યાા છે અને જાનનાે ખતરો પણ રહેલો છે.

print

Comments

comments

VOTING POLL