પીએસઆઈની હત્યા કેસમાં જન્મટીમની સજા ભોગવતા કેદીનું બિમારી સબબ મોત

February 1, 2018 at 4:43 pm


રાજકોટ જિલ્લા જેલમાં જન્મટીમની સજા ભોગવતા સાવરકુંડલાના મેકડા ગામના કાઠી પ્રૌઢનું બિમારી સબબ મોત નીપજયું છે.
બનાવ અંગેની વિગત મુજબ મુળ સાવરકુંડલાના મેકડા ગામના વતની અને હાલ રાજકોટ જિલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે રહેલા અને અગાઉ મુંબઈના પીએસઆઈની હત્યા કેસમાં જન્મટીપ્ની સજા ભોગવતા વલકુ રામભાઈ લુણસર ઉ.વ.59 નામના કાઠી પ્રૌઢને ગઈ તા.30-1ના રોજ હૃદયની બિમારી સબબ સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ગઈકાલે પાકા કામના કેદી વલકુભાઈનું મોત નીપજયું હતું.
બનાવ અંગેની જાણ પ્ર.નગર પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL