પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકોની લેવાયેલી ભરતી પરીક્ષા રદ કરોઃ એનએસયુઆઇ દ્વારા દેખાવો, સૂત્રોચ્ચાર

January 11, 2019 at 3:27 pm


પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા ગત ફેબ્રુઆરી-2018ના લેવાયેલી વિÛુત સહાયકોની ભરતી પરીક્ષાની કાર્યવાહીમાં અનેક ગેરરીતિઆે થયાના આક્ષેપો સાથે એનએસયુઆઇ દ્વારા આજે પીજીવીસીએલ કોર્પોરેટ કચેરી ખાતે પરીક્ષા રદ કરોની માગણી સાથે દેખાવો અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતાં. જે દરમિયાન એક તબકકે ઉજાર્ મંત્રીનું પૂતળું બાળવાનો પ્રયાસ થયો હતો જે પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. એનએસયુઆઇ દ્વારા પીજીવીસીએલના કેટલાંક અધિકારીઆે સામે આક્ષેપ કરાયાં હતાં કે ફેબ્રુઆરી-2018ની લેવાયેલી વિÛુક સહાયકની પરીક્ષામાં પારદશ}તા રાખવાના બદલે મેરીટ લીસ્ટ પહેલેથી બહાર પાડયું ન હતું અને અનેક લાગવગીયા ઉમેદવારોના માર્ક વધારીને નોકરી આપી દેવામાં આવી હોવાના પુષ્કળ બનાવો બહાર આવ્યા છે જેના કારણે આ પરીક્ષ આપનાર 6,000 જેટલા ઉમેદવારો કે જેમણે રોજગારી મેળવવા માટે ખૂબજ પરિશ્રમ, મહેનત, ટયુશન ફી વગેરે ખર્ચી તૈયારી કરીને પરીક્ષા આપી હોય તેમને ભારોભાર અન્યાય થયો છે. આ તબકકે એનએસયુઆઇના જયકિશન ઝાલા અને રોહિત રાજપૂતની આગેવાની હેઠળ ફેબ્રુઆરી-2018ની પરીક્ષા રદ કરી તેમજ ગેરરીતિ આચરનારા અધિકારીઆે સામે કડક પલગાં લેવા ઉપરાંત તમામ ઉમેદવારોની ફેર પરીક્ષા બાદ પારદશ}તા રાખી નોકરીના આેર્ડરો આપવાની માગણી કરવામાં આવી હતી.
એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકરો દ્વારા દેખાવો સૂત્રોચ્ચાર દરમિયાન એક તબકકે ઉજાર્ મંત્રીનું પુતળુ બાળવાનો પ્રયાસ થયો હતો. તે પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL