પીજીવીસીએલ દ્વારા ખેતી જોડાણોનું 2013 સુધીનું વેઈટિંગ લિસ્ટ ચાર વર્ષમાં જ પુરું કરાશે

September 13, 2017 at 3:05 pm


રાજ્ય સરકાર ખેતીવાડી માટેના વીજ જોડાણો આપવા માટે અગ્રતા આપતી હોય તેવા સંજોગોમાં પીજીવીસીએલ દ્વારા ચાલુ વર્ષે જ 2013 સુધીના ખેત જોડાણોનું વેઈટીંગલીસ્ટ પુ કરવા 92 હજાર જેટલા જોડાણો આપી દેવાનો લક્ષ્યાંક રાખી દેવામાં આવ્યો છે જે સિધ્ધ કરવા માટે ઈજનેરો સહિતના સ્ટાફનું જરી સેટઅપ ગોઠવી દેવામાં આવ્યું છે. તેમજ આ માટે દર 15 દિવસે ખેત જોડાણોની સમીક્ષા બેઠક પણ રાખવામાં આવી રહી છે.
પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપ્ની લીમીટેડના મેનેજીંગ ડીરેકટર એચ.આર.સુથારે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્‌યું હતું કે, સરકાર ખેતીવાડી ક્ષેત્રને અગ્રતા આપતી હોય પીજીવીસીએલને 92 હજાર ખેતીજોડાણોનું લક્ષ્યાંક અપાયું છે. આ લક્ષ્યાંક સિધ્ધ કરવા જરી મટીરીયલ ઉપલબ્ધ બનાવવા આયોજન કરવામાં આવ્યું હોવા ઉપરાંત અમલીકરણ માટે વધારાના 50 જુનીયર ઈજનેરોની પીજીવીસીએલના 12 સર્કલોમાં નિયુક્તિ કરવામાં આવી છે તેમજ 25 જેટલા જુનીયર ઈજનેરને નાયબ ઈજનેર તરીકે બઢતી આપવા સહિતનું સેટ અપ ગોઠવી દેવાયું છે.
હાલ વરસાદનું જોર ઓછું થયું હોય ઝપાટાભેર કામગીરી આગળ વધી રહી છે. પીજીવીસીએલના 12 સર્કલ પૈકીના જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં સોથી વધુ ખેતજોડાણોની અરજી પેન્ડીંગ છે. તેવા સંજોગોમાં હાલ લક્ષ્યાંક પૈકીના 26 હજાર જેટલા ખેતીજોડાણો આપી દેવામાં આવ્યા છે. આ ખેત જોડાણોની કામગીરી નિરંતર ચાલુ રહે તે માટે દર 1પ દિવસે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. જેના આધારે દર માસે ઉર્જામંત્રીને પણ અહેવાલ સુપરત કરવામાં આવી રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL