પીડારા તથા મહાદેવીયા ગામના ખેડૂતોને પાકવીમો ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત

August 22, 2018 at 1:03 pm


દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દરિયાકાંઠા ઉપર આવેલ ગામો પીડારા તથા મહાદેવીયા ગામોના ખેડૂતોને ગયા વર્ષેનો વિમાનો લાભ આપવામાં આવેલ નથી જયારે પીડારા તથા મહાદેવીયાના ગામના આસપાસના અન્ય 8 ગામોના ખેડૂતોને વીમાનો લાભ આપવામાં આવેલ છે. ખરેખર પીડારા તથા મહાદેવીયા ગામના ખેડૂતોને પણ અન્ય ગામોના ખેડૂતોને જે નુકશાન થયેલ છે તેટલું જ નુકશાન આવેલ છે તેમજ પીડારા તથા મહાદેવીયા ગામના ખેડૂતોને કયા કારણોસર વીમાનો લાભ આપવામાં આવેલ નથી તે સમજાનું નથી. પીડારા તથા મહાદેવીયા ગામના ખેડૂતોને પણ અન્ય આસપાસ ગામોના ખેડૂતોને જે વીમાનો લાભ આપવામાં આવેલ છે તે વીમાનો લાભ મળવાપાત્ર છે. પીડારા તથા મહાદેવીયા ગામના ખેડૂતો પ્રત્યે સરકારે/વીમા કંપનીએ ભેદભાવ રાખી વીમાનો લાભ ન આપી અન્યાય કરેલ છે, જેથી સત્વરે પીડારા તથા મહાદેવીયા ગામના ખેડૂતોને વીમાનો લાભ મળે તે બાબતે તાત્કાલીક ઘટીત કાર્યવાહી કરવાની માંગણી છે અને જો પીડારા અને મહાદેવીયા ગામના ખેડૂતોને વીમાનો યોગ્ય લાભ નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ કલ્યાણપુર તાલુકા પંચાયતના સદસ્ય ભાયાભાઇ પી.માડમ દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL