પીરાણામાં આગ બુઝાવવા વષેૅ લાખ્ખો લીટર પાણીનાે ઉપયોગ

April 20, 2017 at 12:19 pm


શહેરના પીરાણા ખાતે આવેલી મ્યુનિસિપલ કોપાેૅરેશનની કચરાની મુખ્ય ડમ્પીંગ સાઈટ ઉપર છાશવારે લાગતી આગને બુઝાવવા પાછળ અમદાવાદ ફાયર બિ્રગેડ દ્વારા છેલ્લા એક વર્ષમાં 20 લાખ લિટરથી પણ વધુનાે પાણી વપરાશ કરવો પડ્યો છે. .આ સાથે જ આ કામગીરી સાથે સંકળાયેલા ફાયરના જવાનાેના આરોગ્ય ઉપર પણ ગંભીર ખતરો તાેળાઈ રહ્યો છે. આ અંગે મળતી માહીતી અનુસાર,વર્ષ-1997-98ના વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશન દ્વારા શહેરના પીરાણા ખાતે કચરાને ડમ્પ કરવા માટેની મુખ્ય સાઈટ શરૂ કરી હતી.

આજે 20 વર્ષના અંતે આ સ્થળે પરિસ્થિતિ એવી સજાૅવા પામી છે કે,78 લાખ મેટ્રીક ટન જેટલો કચરો એકઠો થઈ જવા પામ્યો છે. 20 વર્ષમાં તંત્ર તરફથી અનેક કંપનીઆેને વિવિધ પ્રકારના કોન્ટ્રાકટથી જમીનાે પણ આપવામાં આવી છે.કયારેક ખાતર બનાવવા,તાે કયારેક વીજળી બનાવવા.આમ છતાં એક પણ કંપની આજ દિન સુધી કામગીરી પણ શરૂ કરી શકી નથી. આ કચરામાંથી મિથેઈન ગેસ સહીતના નીકળતા અન્ય ઝેરી ગેસના કારણે રોજબરોજ આગ લાગતી હોય છે જેને લઈને આસપાસના પાંચ કિલોમીટરથી વધુના વિસ્તારમાં વસવાટ કરી રહેલા લોકોને શ્વાસ લેવામાં પણ ગુંગળામણ અનુભવવી પડી રહી છે. દરમ્યાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ માટે આ અવારનવાર લાગતી આગ બુઝાવવાની કામગીરી ખુબ કપરી બની જવા પામી છે.

આ અંગે ચીફ ફાયર આેફિસર એમ.એફ.દસ્તૂરનાે સપર્ક કરવામાં આવતા તેમનું કહેવું છે કે,છેલ્લા એક વર્ષની અંદર ફાયરબિ્રગેડ દ્વારા 20 લાખ લિટર કરતા પણ વધુનાે પાણી નાે વપરાશ આ આગ બુઝાવવા કરવો પડયો છે.તેમના કહેવા પ્રમાણે સાૈથી વધુ કપરી હાલત તાે અમદાવાદ ફાયરના આ આગ બુઝાવવાની કામગીરી સાથે સંકળાયેલા જવાનાેની થઈ રહી છે.કેમકે સતત આ કચરામાંથી ઝેરીગેસ નીકળે છે.આ ઉપરાંત ઉડતી ઘૂળ તેમના શ્વાસમાં જઈ રહી છે જેને લઈને તેમના આરોગ્ય ઉપર પણ ખતરો ઉભો થવા પામ્યો છે.

print

Comments

comments

VOTING POLL