પીવાનાં પાણીની સ્થિતિ ગંભીર: ૧૫૩ જિલ્લા કોરાધાકોડ

April 16, 2018 at 10:36 am


હવામાન ખાતાએ ગતવર્ષે થયેલા અપૂરતા વરસાદને કારણે અત્યારે ૧૫૩ જિલ્લાઓમાં પાણીની તિવ્ર અછત હોવાનું જણાવ્યું છે. લેટેસ્ટ ડેટા અનુસાર, ઓકટોબર ૨૦૧૭થી ઘણો ઓછો વરસાદ પડવાને કારણે દેશના લગભગ ૪૦૪ જિલ્લાઓમાં પાણીની તંગી જોવા મળશે.

આ જિલ્લાઓ પૈકી ૧૪૦ જિલ્લાઓ એવા છે જેમાં ઓકટોબર ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ દરમિયાન અતિશય ઓછો વરસાદ પડો હતો. આ સિવાય ૧૦૯ જિલ્લાઓમાં મધ્યમ કેટેગરીમાં હતા યારે ૧૫૬ જિલ્લાઓમાં સ્થિતિ થોડી સારી હતી. જાન્યુઆરીથી માર્ચ દરમિયાનના વરસાદને કારણે ૧૫૩ જિલ્લાઓ અતિશયથી અત્યતં વધારે ડ્રાય કેટેગરીમાં શામેલ થયા છે. આઈએમડી દ્રારા ૫૮૮ જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.

જો ગયા વર્ષના વરસાદને ધ્યાનમાં લેવામાં આવે તો, આઈએમડીના એસપીઆઈ (standardised precipitation index) અનુસાર દેશના ૩૬૮ જિલ્લાઓમાં દુકાળની સ્થિતિ છે. દુકાળની સ્થિતિ જાણવા માટે નો ઉપયોગ કરવામાં આવે છે. એસપીઆઈમાં ૨થી –૨ સુધીનો સ્કેલ હોય છે, જેમાં ૨ અને તેનાથી વધારે અકં દર્શાવે છે કે વરસાદ ઘણો વધારે પડો છે યારે –૨ અથવા તેનાથી ઓછો અકં દર્શાવે છે કે દુકાળની સ્થિતિ છે.

આઈએમડીના કલાઈમેટ ડેટા મેનેજમેન્ટ એન્ડ સર્વિસના હેડ પુલક જણાવે છે કે, વરસાદ કેટલો પડો છે તે જાણવા માટે એસપીઆઈનો વિશ્વભરમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી કોઈ એક વિસ્તારમાં કેટલો વરસાદ પડો છે તે જાણી શકાય છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં દેશના ઘણાં વિસ્તારોમાં પાણીની તંગી ઉભી થાય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ વધારે ચિંતાજનક છે કારણકે શિયાળુ વરસાદ પણ ઘણો ઓછો પડો છે.

આઈએમડીના ડેટા અનુસાર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારતમાં ૬૩ ટકા ઓછો વરસાદ પડો છે. એસપીઆઈના ડેટા અનુસાર, મોટાભાગના દુકાળની સ્થિતિ વાળા જિલ્લાઓ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં છે, આ સિવાય પૂર્વ ભારતના બિહાર અને ઝારખંડમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.

ભારતના ઉત્તર–પશ્ચિમ રાયો જેમ કે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ ઓછો પડો હતો. ચોમાસામાં આ રાયોમાં સામાન્ય કરતા ૧૦ ટકા ઓછો વરસાદ પડો હતો. જો કે પુલકે જણાવ્યું કે, એસપીઆઈ ડેટાથી પાણીની તંગીનું અનુમાન કરી શકાય પણ દુકાળનું અનુમાન ન કરી શકાય.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, જિલ્લા પ્રશાસનનું કામ છે કે તે સુનિશ્ચિત કરે કે તેમના વિસ્તારમાં લોકોને પાણી મળી રહે. ઓછા વરસાદને કારણે આ વર્ષે ભારતમાં પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ શકે છે

print

Comments

comments

VOTING POLL