પુજારાપ્લોટમાં વિદ્યાર્થીને મારકૂટ કરનાર શિક્ષકની ધરપકડ

December 7, 2017 at 3:14 pm


ભક્તિનગર સર્કલ નજીક આવેલ પુજારા પ્લોટમાં ટયુશન કલાસના વિદ્યાર્થીને મારકૂટ કરનાર શિક્ષકની ભક્તિનગર પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. ઉંચા અવાજે કેમ વાત કરે છે? તેમ કહી શિક્ષક, શિક્ષીકા અને પીયુને મારકૂટ કરતા ભક્તિનગર પોલીસે ગુનો નોંશ્રધી વધુ બેને ઝડપી લેવા દોડધામ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 80 ફૂટ રોડ પર આવેલા ખોડિયારનગરમાં રહેતો અને ધો.12માં અભ્યાસ કરતો મયુર પ્રવિણભાઈ વાળા ઉ.વ.18 નામનો વિદ્યાર્થી પુજારા પ્લોટમાં આવેલા શિવ ટયુશન કલાસીઝમાં હતો ત્યારે વોશ મમાંથી બહાર આવતા તુ બીજા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરે છે તેમ કહી શિક્ષક કૃણાલ ઉર્ફે કાના પ્રફુલ કનેરિયાએ ઠપકો આપી કલાસ મ બહાર બેસાડયો હતો.
દરમિયાન દક્ષા નામની શિક્ષીકાએ આવી વાતચીત કરી ઉંચા અવાજે કેમ વાત કરે છે? કહી ફડાકાવાળી કરતા શિક્ષક કૃણાલ તેમજ પીયુન કિશન ગોંડલિયા દોડી આવી પટ્ટા વડે મારકૂટ કરતા તેને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક કૃણાલ ની ધરપકડ કરી શિક્ષીકા સહિત બેને ઝડપી લેવા દોડધામ કરી છે.

print

Comments

comments

VOTING POLL