પુત્રીને તેડવાના બહાને ઘરે બોલાવી યુવતી પર નિર્લજ્જ હુમલો

January 12, 2018 at 11:49 am


અકવાડાની બળવંતરાય સોસાયટીમાં રહેતા શખ્સ સામે પોલીસ ફરિયાદ
શહેરના ઘોઘારોડ ઉપર અકવાડા ખાતે બળવંતરાય સોસાયટીમાં રહેતા ઇસમે તેની નાની પુત્રીને તેડવાના બહાને પડોશમાં રહેતી યુવતીને ઘરે બોલાવી તેની ઉપર નિર્લજ્જ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટéાે હતો.
આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘારોડ ઉપર અકવાડા ગુરૂકુળ પાછળ બળવંતરાય સોસાયટીમાં રહેતા આહિર ઉગાભાઇ કાળુભાઇ દેસાઇએ તેની પડોશમાં રહેતી 19 વર્ષની યુવતીને પોતાની નાની પુત્રીને તેડવા માટે ઘરે બોલાવી હતી.
નાની બાળકીને તેડવા આવેલી યુવતીને આહિર ઉગાભાઇએ ઘરનું બારણું બંધ કરી યુવતી ઉપર નિર્લજ્જ હુમલો કરી શારીરિક અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે યુવતીએ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નાેંધી વધુ તપાસ પીએસઆઇ એ.એ. વાઘેલાએ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL