પુરગ્રસ્ત કેરળમાં કલિનઅપ આેપરેશન વધારે તીવ્ર કરાયું

August 23, 2018 at 7:33 pm


કેરળમાં પુર તાંડવના કારણે અભૂતપૂર્વ નુકસાન અને ભારે ખુવારી થયા બાદ હવે કલિનઅપ આેપરેશન વધુને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે. આના ભાગરુપે આવાસાે અને જાહેર સ્થળો પર સાફ સફાઈને સવોૅચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કાદવ કીચડને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિનાશકારી પુરના કારણે હજુ સુધી 231ના મોત થઇ ચુક્યા છે. રાજ્યભરમાં કલિનઅપ પ્રાેસેસને હાથ ધરવા કન્ટ્રાેલ રુમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. સુધરાઈ સંસ્થાઆેને મોટી જવાબદારી સાેંપવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હજુ પણ 13 લાખથી વધુ લોકો રાહત કેમ્પાેમાં છે જેમાં 2.12 લાખ મહિલાઆે અને એક લાખ બાળકોનાે સમાવેશ થાય છે. એક પખવાડિયામાં 231ના મોત ખુબ મોટો આંકડો છે. એરફોસૅના 22 હેલિકોÃટર, નેવીની 40 નાૈકાઆે, કોસ્ટગાર્ડની 35 હોડીઆે, બીએસએફની ચાર કંપનીઆે બચાવ અને રાહત કામગીરી છે. એનડીઆરએફની 58 ટીમો લાગેલી છે. 8મી આેગસ્ટ બાદથી 231 લોકોના મોતની સાથે 32 લોકો હજુ પણ લાપત્તા દશાૅવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 2000 કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે માંગવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પુરના લીધે નુકસાનનાે આંકડો 20000 કરોડ સુધી પહાેંચી ગયો છે. 40 હજાર હેક્ટરથી પણ વધારે જમીનમાં પાકને નુકસાન થયું છે. 26000 મકાનાે નાશ પામ્યા છે. એક લાખ કિલોમીટરના માગાેૅ નાશ પામ્યા છે. અર્થતંત્રની કમર તુટી ગઈ છે. 134 પુલ પણ નુકસાન પામી ચુક્યા છે. બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજયને કેન્દ્ર પાસેથી વધારે જંગી નાણાંની માંગ કરવામાં આવી છે. કેરળમાં તમામ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનાે દોડાવવામાં આવી રહી છે. જોકે નીચાણવાળા વિસ્તારો હજુ જળબંબાકાર હોવાથી બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ છ ફુટ સુધી પાણી રહેલા છે. ઇનાૅકુલમ જિલ્લામાં રાહત કેમ્પમાં સાૈથી વધુ 5.32 લાખ લોકો છે. ઇનાૅકુલમમાં 850 રાહત કેમ્પાે છે. રાજ્યભરમાં મોટાભાગની નદીઆેમાં પાણીની સપાટી ઘટી રહી છે પરંતુ નદીના કિનારાના વિસ્તારો હજુ પણ મુશ્કેલીમાં છે. ઇન્ફ્રાસ્ટકચરને ભારે નુકસાન થયુ છે. સ્થિતીમાં આંશિક સુધારો થયા બાદ સરકારે પ્રદેશના તમામ 14 જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેતા આંશિક રાહત થઇ છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે. અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનાે આંકડો વધીને 406 સુધી પહાેંચી ગયો છે. ઇનાૅકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સાૈથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સાૈથી વધુ કફોડી હાલત થઇ છે. હાલમાં રાહત કેમ્પમાં રહેતા લોકોની સંખ્યા 13 લાખથી વધુ છે જે 3879 રાહત કેમ્પમાં છે. પુરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે.500 કરોડ પહેલા 100 કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથિંસહ દ્વારા કરવામાં આવી ચુકી છે.
આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી 600 કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ ચુકી છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઆેમાં પુરની સ્થિતિ સજાૅયેલી છે. જે ચાર જિલ્લાઆેમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એનાૅકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનાે સમાવેશ થાય છે. 20000 કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઆેની સાથે સાથે આમીૅ, નેવી અને આમીૅના જવાનાે બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી 14 જિલ્લામાં સાૈથી વધારે અસર થઇ છે. 1924 બાદથી હજુ સુધી સાૈથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. દરમિયાન કેરળમાં પાેતાના આવાસમાં થયેલા નુકસાનને જોઇને 54 વષીૅય એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. રોકી નામની આ વ્યક્તિએ આપઘાત કયોૅ હોવાનું જાણવા મળ્યું છે.

print

Comments

comments

VOTING POLL