પુરવઠા વિભાગનું સર્વર ડાઉનઃ સસ્તા અનાજના વેપારીઆે કાલે કલેકટર સમક્ષ હૈયાવરાળ ઠાલવશે

June 13, 2018 at 3:29 pm


રાજકોટમાં આજે સવારથી જ પુરવઠા વિભાગનું સર્વર બંધ થઈ જતાં અરજદારો હેરાન-પરેશાન થઈ ગયા છે. એક તરફ આધારકાર્ડ લિંકઅપની કામગીરી માટે લોકો મોટી સંખ્યામાં દરરોજ સવારથી ઝોનલ કચેરીએ આવીને ધામા નાખીને બેઠા હોય છે. આજે બુધવાર હોવાથી અરજદારોની સંખ્યા પણ વધુ હતી. બરાબર તેવા જ સમયે સર્વર ડાઉન થઈ જતાં લોકોની કલાકોની તપòર્યા એળે ગઈ હતી અને ફોગટનો ફેરો થયો હતો.

છેલ્લા એક મહિનાથી સર્વરના ડખ્ખાના કારણે સસ્તા અનાજના વેપારીઆે અને ગ્રાહકો વચ્ચેના ઘર્ષણના બનાવો વધી ગયા છે. સસ્તા અનાજના વેપારીઆેના એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ ડવના જણાવ્યા મુજબ 20 મિનિટે એક બિલ તૈયાર થાય છે અને તેમાં પણ કનેિક્ટવિટી ખોરવાઈ જવાના કારણે ઘણી વખત કોઈ કામ જ થતું નથી. આ સંદર્ભે ભૂતકાળમાં અમે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે પરંતુ સરકારે હજુ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી.

હવે આવતીકાલે રાજકોટના વેપારીઆે કલેકટરને આવેદનપત્ર પાઠવીને પોતાની વ્યથા અને વેદના ઠાલવશે. આમ છતાં જો કોઈ ઉકેલ નહી આવે તો આગામી મંગળવારે ગાંધીનગર ખાતે પુરવઠામંત્રી જયેશભાઈ રાદડિયા અને પુરવઠા સચિવ સમક્ષ સૌરાષ્ટ્રભરના વેપારીઆે રજૂઆત કરવા માટે જશે.

ગઈકાલે આધારકાર્ડના સર્વરમાં ટેકનીકલ ફોલ્ટ સજાર્યો હતો અને તેના કારણે આધારકાર્ડની કામગીરી બંધ થઈ ગઈ હતી. આજે પુરવઠા વિભાગના સર્વરમાં ડખ્ખો થતાં લિંકઅપની કામગીરી બંધ થવાની સાથોસાથ સસ્તા અનાજની દુકાનોએથી પુરવઠાનું વિતરણ પણ થઈ શકયું ન હતું.

આેનલાઈન સર્વરની ખામીઆેનું અવારનવાર સમારકામ અને મેન્ટેનન્સ થતું હોવા છતાં આવા પ્રશ્નો વારંવાર ઉભા થાય છે. એક જ સપ્તાહમાં આ ત્રીજી વખત સર્વરમાં ખામી ઉભી થાય છે.

print

Comments

comments

VOTING POLL