પૂજારાની સદીની મદદથી ભારત મજબૂત, દિવસના અંતે 304/4

January 3, 2019 at 4:36 pm


ભારત અને આેસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝના ચોથા અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દિવસની રમતના અંતે 4 વિકેટે 303 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ચેતેશ્વર પૂજારા (130) અને હનુમા વિહારી (39) રને qક્રઝ પર હતા. આ પહેલા યુવા બેટ્સમેન મયંક અગ્રવાલે વધુ એક વખત શાનદાર બેટિંગ કરતા 77 રન બનાવી આઉટ થયો હતો. પૂજારાએ આ સિરીઝમાં ત્રીજી સદી ફટકારી છે. તેણે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 123 અને મેલબોર્નમાં 106 રન બનાવ્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની 18મી સદી છે. આ સાથે ભારતીય ટીમ સિડનીમાં પણ મજબૂત સ્થિતિમાં પહાેંચી ગઈ છે. ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતશે તો 71 વર્ષમાં પ્રથમ વખત આેસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતશે. આેસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે બે તથા સ્ટાર્ક અને લાયને એક-એક વિકેટ ઝડપી હતી.

print

Comments

comments

VOTING POLL