પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને નવાબી ભથ્થા અને અસંખ્ય સુવિધાઓ શા માટે ? : પાર્ટીઓ પોતાના ફંડમાંથી નાણાં કેમ ન આપી શકે ?

March 27, 2017 at 4:28 pm


દેશનું અર્થતંત્ર હજુ જોઈએ એટલી ઝડપથી દોડતું નથી અને તેને વચમાં હર્ડલ્સ ઘણા બધા નડી રહ્યા છે. નોટબંધી બાદ તો દેશમાં ઉત્પાદન ઘટી ગયું છે, ટર્ન ઓવર ઘટી ગયા છે, રોજગારમાં જોરદાર ઘટાડો થયો છે, કંપ્નીઓના નફામાં ગાબડા પડયા છે, અર્થતંત્રના નિષ્ણાતોની વાત માનીએ તો જીડીપીની વૃધ્ધિને આગામી સમયમાં વાંધો આવે એવું લાગતું નથી પરંતુ જોબ સિકયુરીટી જોખમમાં છે. એક અહેવાલ મુજબ અત્યારે દેશમાં ફકત 16 ટકા લોકોને જ રેગ્યુલર રોજગાર મળી રહ્યો છે. અત્યારે દેશમાં જે મંદી ચાલી રહી છે તે ડિસેપ્ટીવ છે અને રોકડની તંગી પણ એટલી જ છે. હજુ એટીએમ ખાલી ડબ્બાની જેમ અવાજ કરી રહ્યા છે અને દેશવાસીઓની મશ્કરી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સંસદસભ્યો અને ધારાસભ્યોને બિલકુલ ગેરવ્યાજબી રીતે અને તદન અયોગ્ય રીતે ભથ્થાઓમાં વધારા આપવાના નાટકથી કેન્દ્ર સરકારે દૂર રહેવું જોઈએ અને તેમાંય પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને અપાતી આ નવાબી સુવિધાઓ તત્કાળ બંધ કરી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને આ મુદા પર જોરદાર ટકોર કરી છે.

કેન્દ્રીય નાણામંત્રી અણ જેટલી સુપ્રીમ કોર્ટની દેશભરની ચિંતાને સમજયા વગર પોતાની રીતે જીભ ચલાવવા માટે ખુબ જ જાણીતા છે અને હવે એમને પોતાની બુધ્ધિનો કે કહેવાતી હોશિયારીનો અપચો થઈ ગયો હોય તેવું લાગે છે. એમણે એવો જવાબ આપ્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ભથ્થા, પેન્શનરો વગેરે અંગે નિર્ણય લેવા માટે એકમાત્ર સંસદ જ ફાઈનલ આર્બિટર છે. એ વાતમાં કોઈ શંકા નથી, એમની દલીલ સાચી છે પરંતુ વાસ્તવિક સ્થિતિ સાથે તેની સરખામણી કરીએ તો જેટલી બુધ્ધિનું દેવાળું કાઢી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે એવો પ્રશ્ર્ન કર્યો છે કે સાંસદો અને ધારાસભ્યોને તગડા ભથ્થા અને તગડી સેલેરીઓ તેમજ બીજી બિનજરી સુવિધાઓ શા માટે આપવી જોઈએ? અને આ પ્રથાને શા માટે બંધ ન કરવી જોઈએ ? સાંસદો અને ધારાસભ્યોને જે કોઈ લાભ મળે છે તેમાંથી આમ પબ્લીકને તો કોઈ લાભ મળતો જ નથી. વળી સુપ્રીમ કોર્ટ સદંતર રીતે ધારાસભ્યો કે સંસદસભ્યોના ભથ્થા કે નાણાકીય સહાયતાઓ બંધ કરવાની વાત કરતી પણ નથી. વ્યાજબી રીતે એમને આપી શકાય છે પરંતુ આ લોકો એટલા બધા ગરીબ નથી અને એટલા કંગાળ નથી કે એમને આવી નાની નાની સહાયતાની જર પડે.

ઘણા બધા દેશના સંસદસભ્યો અને ધારાસભ્યો કરોડપતિ અને અબજોપતિઓ છે છતાં તેઓ શા માટે આ સુવિધા જતી કરતા નથી ? તેવો પ્રશ્ર્ન આમ પબ્લીકમાં આજે ચચર્ઈિ રહ્યો છે અને તેની પાછળ પબ્લીકની પીડા પણ છે. સવારથી લઈને સાંજ સુધી માત્ર 200 પિયા કમાતો મજુર ભયંકર અસમાનતાની લાગણી અનુભવી રહ્યો છે. કરદાતાઓના ખર્ચે માનનીયોએ આવી તાગડધિન્ના સ્વેચ્છાએ બંધ કરી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તો માજી લો મેકર્સને પેન્શન આપવા માટે મંજુરીની મહોર મારી જ હતી પરંતુ એમને વધુ પડતા ભથ્થા અને ગેરવ્યાજબી રીતે સહાયતા આપવા સામે જ સુપ્રીમે ટકોર કરી છે અને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની વ્યવહારીક વાતને પણ કયારેક માનવી જોઈએ અને દર વખતે સુપ્રીમ કોર્ટ સાથે જીદ કરવી કે ટકરાવ કરવો કે અહમ સંતોષવા માટે એની વાત ન માનવી તે પ્રથા સારી નથી તેમ માનનારો વર્ગ આપણા દેશમાં આજે ઘણો મોટો છે. દેશભરના અખબારોની વેબસાઈટો પર આપણે જઈએ અને તેમાં લોક અભિપ્રાયના પેજ પર નજર કરીએ તો હજારો લોકો આ મુદા પર પોતાનો રોષ ઠાલવે છે પરંતુ તેઓ બિચારા કશું કરી શકતા નથી કારણકે એમનું કોઈ સાંભળતા નથી. સુપ્રીમ કોર્ટને આંચકો તો એ વાતનો લાગ્યો છે કે પૂર્વ સાંસદોને ફકત પેન્શન જ નહીં બલ્કે એમને અનલિમિટેડ ટ્રેન ટ્રાવેલિંગની સુવિધા આપવાની પણ વાત છે. ઓફિસ છોડી દીધા બાદ પણ એમને આવા જલસા શા માટે કરાવવા જોઈએ ? નોડાઉટ પ્રાઈવેટ સેકટરમાં જે સેલેરી હોય છે તેટલી પૂર્વ સાંસદોની નથી હોતી છતાં એમને અલગ અલગ શહેરોમાં ટોપ લેવલના વિસ્તારોમાં સબસીડીના ધોરણે હાઉસીંગની સુવિધા મળે છે, અમુક લિમિટ સુધી પેટ્રોલ મફત મળે છે, હાઉસહોલ્ડ મફત મળે છે, સેક્રેટરીયલ આસીસ્ટન્ટ અને ઓફિસીયલ ટ્રાન્સપોર્ટની સુવિધા મળે છે. આ રીતે જો કેન્દ્ર સરકાર તિજોરી લૂંટાવવા માગતી હોય તો પછી આપણા દેશમાં આર્થિક અસમાનતાનું ઝેર કયારેય નાબુદ થવાનું નથી. મન ફાવે ત્યારે આંદોલનો કરી કરીને સરકારી કર્મચારીઓ અને બેન્કના કર્મચારીઓ તગડા પગાર ભથ્થા હોવા છતાં તેમા વધારો કરાવી લેતા હોય છે અને કેન્દ્ર સરકાર તેમની પાસે ઝૂકી જાય છે. આ બધા નાટક હવે આપણા દેશને પોસાય તેમ નથી.

અમેરિકા અને બ્રિટનની વાત કરીએ તો સત્તામાંથી બહાર થઈ ગયા બાદ ત્યાંના સાંસદો પોતાના ઘરમાં રહેવા ચાલ્યા જાય છે અને પોતાના પ્રોફેશનમાં પાછા ફરે છે અથવા બીજા કોઈ ધંધા રોજગાર અપ્નાવી લે છે પરંતુ સરકારી ભીખ પર નભતા નથી. આપણે ત્યાં તો સત્તા કે ઓફિસ છોડી દીધા બાદ પણ સરકારી આવાસોમાં મધપૂડાની માખીઓની જેમ ચોટી રહેતા આપણા નેતાઓ જરાય શરમાતા નથી. કેટલાક માનનીયો તો એવા છે કે એમના પર્સનલ બંગલો ખરેખર જોવા જેવા છે અને એટલા બધા આલીશાન છે કે એમને સરકારી આવાસો પર કબજા રાખવાની કોઈ જર જ નથી. વાસ્તવમાં આપણા દેશમાં એક નવી જ સિસ્ટમ બનાવવી જોઈએ કે પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યોને જો તમામ સુવિધાઓ આપવી હોય તો જે તે પાર્ટીઓએ જ તેનો ખર્ચ ઉઠાવવો જોઈએ અને આ દેશના કરદાતાના ખભ્ભા પર આ વધારાનો બોજ લાદવાનો ધંધો બંધ કરવો જોઈએ.

print

Comments

comments

VOTING POLL