પૃથ્વી પર સાત નહીં પણ આઠ ખંડ: પાણીદાર ઝીલેન્ડિયા ખંડ શોધાયો

February 17, 2017 at 10:58 am


પ્રશાંત મહાસાગરમાં દુનિયાનો આઠમો ખંડ શોધાયો છે. ઝીલેન્ડિયા નામનો આ ખંડ 94 ટકા પાણીમાં છે. 30 લાખ ચોરસ માઇલના ક્ષેત્રમાં આવેલા આ વિસ્તારમાં ફ્રાન્સના દ્વીપ ન્યૂ કેલેડોનિયાનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ અને ન્યૂ કેલેડોનિયાના બે દ્વીપસમૂહના વિસ્તારોને જોડતો આ ખંડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્તારમાં આવેલો છે. ભૌગોલિક નામકરણની રીતે જોઇએ તો વિશ્વમાં એશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા ખંડ છે પણ હવે ઝીલેન્ડિયા નામનો ખંડ શોધાયો છે. આ ખંડ ભૌગોલિક રીતે અલગ છે અને તે ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાથી અલગ પડેલો છે અને તેનો મોટાભાગનો ભાગ જળની અંદર છે. ન્યૂઝીલેન્ડની જીયોસાયન્સ એજન્સી જીએનએસ સાયન્સના સંશોધકોએ ઝીલેન્ડિયા: અર્થ હિડન કોન્ટિનેન્ટ શીર્ષક હેઠળના રિપોર્ટમાં આ ખંડ મળી આવ્યાની જાહેરાત કરી છે. રિપોર્ટના એક લેખક હામિશ કેમ્પબેલનું કહેવું છે કે ઝીલેન્ડિયાની થીયરી વિશે મેં 2007માં લખ્યું હતું.

print

Comments

comments

VOTING POLL