પેટ્રાેલની કિંમતમાં સતત વધારોઃ ભાવનગરમાં 80 રૂા.ને પાર

September 8, 2018 at 11:16 am


મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખે તેવા આકરા ભાવ વધારાના કારણે લોકોને ન છૂટકે બેટરીથી ચાલતા વાહનો તરફ વળવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં પેટ્રાેલની સૌથી વધારે કિંમત ભાવનગરમાં, મુંબઇમાં પેટ્રાેલની કિંમત રુ. 87ને પાર મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખે તેવા આકરા ભાવ વધારા થયા છે. થોડા દિવસથી પેટ્રાેલ ડીઝલના ભાવમાં દિવસે ને દિવસે વધી રહ્યાં છે. તો દેશમાં મુંબઇમાં પણ પેટ્રાેલનાં ભાવે માઝા મુકી છે. આજે રાજ્યમાં પણ અનેક જગ્યાએ પેટ્રાેલનો ભાવ 80ને પાર જતો રહ્યાે છે. મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખે તેવા આકરા ભાવ વધારાના કારણે લોકોને ન છૂટકે બેટરીથી ચાલતા વાહનો તરફ વળવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ભાવનગરમાં પેટ્રાેલનો ભાવ રુપિયા 80ને પાર થઇ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ માેંઘુ પેટ્રાેલ ભાવનગરમાં પ્રતિ લિટર રુ.80.63 થયુ છે અને ડીઝલ રુ.78.91 પ્રતિ લિટર છે. અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રાેલ રુ.79.58, ડીઝલ રુ.77.87 છે. સુરતમાં પેટ્રાેલના ભાવમાં 38 પૈસા અને ડીઝલના ભાવમાં 47 પૈસાનો વધારો થયો છે. સુરતમાં પ્રતિ લીટર પેટ્રાેલનો ભાવ રુ.79.52,ડીઝલ રુ.77.83 છે. બનાસકાંઠામાં પેટ્રાેલનો ભાવ 79.67, ડિઝલનો 77.98 રુ. ભાવ છે. પંચમહાલમાં પેટ્રાેલનો ભાવ રુ.78.96 છે જ્યારે ડીઝલનો ભાવ રુ.76.73તો રાજકોટમાં પેટ્રાેલમાં 39 પૈસાનો વધારો ડિઝલમાં 47 પૈસાનો વધારો થયો છે. રાજકોટમાં પેટ્રાેલનો ભાવ 79.40, ડિઝલનો ભાવ રુ. 77.69 રુપિયા છે.

અરવંી જિલ્લામાં પેટ્રાેલનો ભાવ રુ.80.20 જ્યારે ડીઝલનો ભાવ રુ.78.48 પ્રતિ લીટર થઇ ગયો છે. તાપીમાં પેટ્રાેલનો ભાવ રુ.80.06 જ્યારે ડીઝલ 78.36 રુપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આજે મોરબીમાં 79.65 પેટ્રાેલ અને ડીઝલ 77.95 રુપિયા પ્રતિ લીટર ભાવ થઇ ગયો છે.

શનિવારે પણ દિલ્હી અને મુંબઇમાં ભાવ વધ્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રાેલના ભાવ 80.38 પ્રતિ લિટર જ્યારે આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રાેલના ભાવ 87.77 પ્રતિ લિટર છે. બીજી તરફ જોઇએ તો ડીઝલનાં ભાવમાં 44 પૈસાનો વધારો થતાં દિલ્હીમાં લિટરનાં 80.38 પ્રતિ લિટર અને મુંબઇમાં 47 પૈસાના વધારા સાથે 76.51 પ્રતિ લિટર થઇ ગયા છે.

print

Comments

comments

VOTING POLL