પેટ્રાેલ-ડીઝલના ભાવમાં દોઢ મહિનામાં રૂા.5.30 ઉછાળો

September 10, 2018 at 11:12 am


પેટ્રાેલ-ડીઝલના ભાવ છ સપ્તાહમાં પ્રતિ લિટર રૂા.5.30ની વૃધ્ધિ સાથે રેકોર્ડ ઉંચાઈએ પહાેંચ્યા છે. આેઈલ માર્કેટિંગ કંપનીઆેએ રવિવારે મુંબઈમાં એક લિટર પેટ્રાેલ રૂા.87.89 અને ડીઝલ રૂા.77.09ના ભાવે વેચ્યું હતું. દિલ્હીમાં પેટ્રાેલ અને ડીઝલનો ભાવ અનુક્રમે રૂા.80.50 અને 72.61 હતો. 29 જુલાઈથી મુંબઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂા.5.30 અને દિલ્હીમાં રૂા.4.99 વધ્યો છે. સમાન ગાળામાં પેટ્રાેલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂા.4.28 અને રૂા.4.34નો વધારો નાેંધાયો છે.

નબળો રૂપિયો, ફ્રwડના ઉંચા ભાવ અને નાેંધપાત્ર ટેકસના કારણે Iઘણના ભાવ વધી રહ્યા છે. Iઘણના ભાવવધારા પર અંકુશ મેળવવામાં એનડીએ સરકારની નિષ્ફળતાને કારણે વિરોધપક્ષોએ દેશભરમાં સોમવારે બંધનું એલાન જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ફ્રwડના વૈશ્વિક ભાવ નીચા હતા ત્યારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016ના ગાળામાં પેટ્રાેલની એકસાઈઝ ડéુટીમાં પ્રતિ લિટર રૂા.11.77 અને ડીઝલની એકસાઈઝ ડéુટીમાં રૂા.13.47નો વધારો કર્યો હતો. જોકે, ભાવમાં વૃધ્ધિ શરૂ થયો પછી આેકટોબર 2017માં સરકારે ડéુટીમાં પ્રતિ લિટર રૂા. બેનો ઘટાડો કર્યો હતો. બહૂ આેછી રાજ્ય સરકારોએ ડéુટીમાં ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપી છે.

આેઈલ માર્કેટિંગ કંપનીઆેની વેબસાઈટ પરના ભાવ મુજબ દિલ્હીમાં ગ્રાહકો પેટ્રાેલ પર 93 ટકા કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેકસ ચૂકવી રહ્યા છે. જયારે ડીઝલ પર ટેકસનો દર 60 ટકા છે. છેલ્લા ઘણા મહિનાથી પેટ્રાેલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, પણ કેન્દ્ર સરકારે એકસાઈઝ ડéુટીમાં મોટો ઘટાડો કર્યો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હજુ પેટ્રાેલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો નિર્ણય કેમ કર્યો નથી એ હજૂ સ્પષ્ટ નથી. કેટલાકે પેટ્રાેલ-ડીઝલને જીએસટી હેઠળ સમાવવાની માંગણી કરી છે. અમૂક વતુર્ળો આ બાબત શકય નહી હોવાનું જણાવી રહ્યા છે.

અન્ય કેટલાક Iઘણના ઉંચા ભાવ માટે લાંબા ગાળાના ઉકેલની વાત કરી છે, પણ તેની વિસ્તૃત છણાવટ કરતાં નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે Iઘણ પરની ડéુટી આવકનો સૌથી મોટી સ્ત્રાેત છે.

print

Comments

comments

VOTING POLL