પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતાં સળગી ઉઠ્યો દેશ: લોકોએ લૂંટ્યા શો રૂમ અને દુકાનો

July 10, 2018 at 10:57 am


હૈતી સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાની જાહેરાત કયર્િ બાદ દેશભરમાં હિંસા થઈ છે. લોકોએ વાહનોને ફૂકી માયર્િ છે. હોટલો, દુકાનો અને શોરૂમને લૂટી લેવામાં આવ્યા અને આ સામાન લોકો ઘરે લઈ ગયા. દેશમાં થઈ રહેલ હિંસક વિરોધ-પ્રદર્શન પછી હૈતી સરકારે તેલની કિંમત વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ હિંસક રૂપ ધારણ કરી લીધું અને સંપત્તિને ઘણા મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડ્યું. રાજધાની પોર્ટ-યૂ-પ્રિન્સમાં કેટલીક સ્થાનો પર ચોરી અને તોડફોડની ઘટનાઓ પણ થઈ. પ્રદર્શનકારીઓએ પાટનગરની સૌથી મોંઘી બેસ્ટ વેસ્ટર્ન બોટલ ઉપર પણ હુમલો કરી દીધો.
દેશની રાજધાનીમાં સ્થિતિ એટલી બધી બગડી ગઈ કે, અમેરિકાએ પોતાના નાગરિકોને નોટિસ આપીને ઘરની અંદર જ રહેવાના આદેશ આપ્યા હતા. શહેરમાં થઈ રહેલ હિંસાના કારણે કેટલીક ફ્લાઈટને પણ કેન્સલ કરી દેવામાં આવી છે, કેમ કે એરપોર્ટ પર પાણી અને ભોજનની વ્યવસ્થા સીમિત હતી.

print

Comments

comments

VOTING POLL