પેન્શનરોનું પેન્શન સાંજ સુધીમાં જમા થશે: અધિકારીની ખાતરી

August 11, 2017 at 3:45 pm


બેન્કમાં ટેકનિકલ ખામી સર્જતા છેલ્લા બાર દિવસથી પેન્શનરોનું પેન્શન જમા થયું નહતું પરંતુ આજે આ ખામી દુર થઈ ગઈ છે અને સાંજ સુધીમાં તમામ બાકી રહેતા પેન્શનરોનું પેન્શન જમા થઈ જશે તેમ તિજોરી કચેરીના અધિકારી ગઢવીએ જણાવ્યું હતું.
છેલ્લા બાર-બાર દિવસથી પેન્શન જમા નહીં થતાં પેન્શનરો તિજોરી કચેરીના ધક્કા ખાતા હતાં પરંતુ બેન્કમાં ટેકનિકલ ખામી સર્જતા પેન્શન જમા થયું ન હતું આ બાબતે રાજકોટ તિજોરી કચેરીના અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે, બેન્કમાં ટેકનિકલ ખામી હતી. પરંતુ પેન્શનરો હેરાન ન થાય તે માટે થઈ એસબીઆઈની અમદાવાદ ખાતે આવેલી હેડ ઓફિસ અને ઈડીપીસીએલ ગાંધીનગરની ટીમ બોલાવવામાં આવી હતી. જે ટીમે આજે ટેકનિકલ ખામી દૂર કરી છે અને રાબેતા મુજબ પેન્શન જમા થવાની કામગીરી થઈ રહી છે. આજે સાંજ સુધીમાં બાકી રહેતા તમામ પેન્શનરોના પેન્શન જમા થઈ ગયા છે.

તજોરી કચેરી દ્વારા તા.25 જુલાઈએ જ બેન્કમાં સ્ટેટમેન્ટ પહોંચાડી દેવામાં આવ્યું હતું પરંતુ બેન્કમાં ટેકનિકલ ખામીના લીધે જમા થયું ન હતું.
ઉલ્લેખનીય છે કે, દર માસની તા.1લીએ પેન્શન જમા થઈ જાય છે. પરંતુ ચાલુ મહિને બાર-બાર દિવસ જેટલો સમય થયો હતો છતા પેન્શન જમા નહીં થતાં પેન્શનરો મુશ્કેલીમાં મુકાયા હતા અને કચેરીના ધક્કા ખાતા હતા પરંતુ આજ સાંજ સુધીમાં પેન્શન જમા થશેની ખાતરી મળતા પેન્શનરોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

print

Comments

comments

VOTING POLL