પેરિસમાં આઇએસનો આતંકી હુમલો: એકનું મોત

April 21, 2017 at 11:00 am


ગઇકાલે રાત્રે પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં એક અધિકારનું મોત થયું જ્યારે બેની હાલત ગંભીર છે. પોલીસની વળતી કાર્યવાહીમાં એક હુમલાખોર માર્યો ગયો. હુમલો કરવામાં બે લોકો સામેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસ બીજા સંદિગ્ધની શોધખોળ કરી રહી છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી છે. ફ્રાન્સમાં બે દિવસ બાદ પ્રેસિડન્ટ ઇલેક્શન થવાના છે. છેલ્લા બે વર્ષમાં આતંકી હુમલામાં અત્યાર સુધી 230 લોકોના મોત થયા છે.
અમાક ન્યૂઝ એજન્સી મુજબ, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે (આઇએસ) હુમલો કરનારાઓને પોતાના યોદ્ધા કહ્યા છે. સાથોસાથ હુમલાની જવાબદારી પણ લીધી છે. ફ્રાંસ્વા ઓલાંદે જણાવ્યું કે આ આતંકી હુમલો લાગે છે. અમારી એજન્સીઓ તેની તપાસમાં લાગેલી છે. પોલીસે જણાવ્યું કે હુમલાખોરોની પાસે ઓટોમેટિક હથિયારો હતા. પેરિસના પ્રોસિક્યૂટરે જણાવ્યું કે હુમલામાં સામેલ એક સંદિગ્ધની ઓળખ થઈ છે, તેને કોઈની મદદ મળી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ હુમલાખોર 39 વર્ષીય કરીમ સી છે. તેણે 2001માં એક અધિકારીની હત્યા કરી હતી. ત્યારે તેને 20 વર્ષની જેલ થઈ હતી. પોલીસે હુમલાખોરના ઘરે પર દરોડો પાડ્યો છે.
આ આતંકી હુમલો પેરિસના ચેમ્પ્સ એલીસીસ બુલેવાર્ડ વિસ્તારમાં થયો. ફ્રાન્સમાં તે સમયે રાતના 9 વાગી રહ્યા હતા. અહીં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસની ગાડીની પાસે એક કાર આવીને ઊભી રહી. એક હુમલાખોર તેની બહાર આવ્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું.

print

Comments

comments

VOTING POLL