પેલેસ રોડ પરથી 200 ચપલા વિદેશી દારૂ સાથે એિક્ટવાચાલક ઝડપાયો

April 21, 2017 at 2:40 pm


શહેરના પેલેસ રોડ પર શેરીમાંથી એ-ડીવીઝન પોલીસે પેટ્રાેલીગ દરમ્યાન વિદેશી દારૂના 200 ચપલા સાથે એકટીવા ચાલકને ઝડપી લીધો છે. પોલીસે એકટીવા ચાલક કરણપરાના સોની શખસની ધરપકડ કરી દારૂના ચપલા અને એકટીવા મળી કુલ રૂા.34,950નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ એ-ડીવીઝન પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એલ.એલ.ચાવડા, જયસુખભાઈ, ભગીરથસિંહ, ઉમેશભાઈ સહિતનો સ્ટાફ ગતરાત્રે પેટ્રાેલીગમાં હતો. દરમ્યાન પેલેસ રોડ પર શેરીમાં જીજે10સીડી 2495 નંબરનું એકટીવા લઈ નીકળેલો શખસ શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેતાં એકટીવાની ડેકીમાંથી ડીએસપી બ્લેક વ્હીસ્કીના ચપલા નંગ 150 કિંમત રૂા.10,950 અને મેજીક મુમેન્ટ વોડકાના ચપલા નંગ 50 કિંમત રૂા.4 હજાર મળી આવતા પોલીસે રૂા.14 હજારનો દારૂ કબજે કરી એકટીવા ચાલક રવિ બલવંતરાય સોની (ઉ.વ.38 રહે. કરણપરા ચાણકય સ્કૂલ પાસે)ની ધરપકડ કરી દારૂ અને એકટીવા મળી રૂા.34,950નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL