પેહલીવાર જોવા મળશે આસમાનમાં આવો નજારો

February 19, 2018 at 2:27 pm


શું તમે આ તસવીરને જોઇને તેને થ્રીડી ગ્રાફિક્સ કે વોલપેપર સમજવાની ભુલ તો નથી કરી રહ્યાં ને? અમે તમને જણાવી દઇએ કે આ તસવીરમાં જોવા મળેલ દ્રશ્યો હકીકત છે અને આવતાં થોડાં દિવસો સુધી દુનિયાના ઘણાં ભાગમાં આ ખગોળીય ઘટના લોકોને જોવા મળશે, જ્યારે આખું આકાશ વિવિધ પ્રકાશથી રંગાયેલું હશે.નોંધનીય છે કે આ અગોળીય ઘટના વર્ષમાં ઘણીવાર સપ્ટેમ્બરથી માર્ચની વચ્ચે બને છે. રાતના સમયે આકાશ એવા રંગોથી સજેલું હોય છે જેમ કે કોઇ જાદુ થયો હોય. આ વર્ષે આવું પહેલીવાર થશે જ્યારે બ્રિટેનના આકાશમાં તેને ખાસ જોવામાં આવશે. આ અદભૂત ઘટનાનું નામ નોર્દન લાઇટ્સ છે. આ રોશની ત્યારે જોવા મળે છે જ્યારે સૂર્યથી નીકળતો પ્રકાશ વાયુમંડળમાં આવતાં પહેલાં ઘણાં ગેસના કારણે ચાર્જ થઇ જાય છે. આ પ્રકાશ વાયુમંડળમાં રહેલ ગેસના અણુઓના ચમકવાથી પેદા થાય છે.

આ શું હોય છે?

અંતરિક્ષ વૈજ્ઞાનિકો પ્રમાણે આ દ્રશ્ય દેખાય તે પહેલાં સૂર્યથી આવા અણુ મોટી સંખ્યામાં નીકળે છે, જેને કારોનલ માસ ઇજેક્શન કહેવામાં આવે છે. તે પછી તે પૃથ્વીના વાયુમંડળમાં જોવા મળે છે.>
આકર્ષક દ્રશ્ય હોય છે

આ દ્રશ્ય કિસ્મતવાળા લોકો જ જોઇ શકે છે. આ અવસરે ઘણાં લોકો આકાશને પોતાના કેમેરામાં કેદ કરવાની કોશિશ કરે છે. નોર્દન લાઇટ્સનો પ્રકાશ ખૂબ જ આકર્ષક જોવા મળે છે.

print

Comments

comments

VOTING POLL