પોરબંદરના એમ.જી. રોડ ઉપર પાકિગને કારણે લોકોને મુશ્કેલી

February 6, 2018 at 2:25 pm


પોરબંદરના ડ્રીમલેન્ડ ટોકીઝ થી માણેકચોક જતા રસ્તા ઉપર ટ્રાફિકની કાયમી સમસ્યા સર્જાય છે અને રોડ ઉપર પાકિગને કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
ટ્રાફિકશાખા દ્રારા તાજેતરમાં પોરબંદરમાં ટ્રાફિક સાહની ઉજવણી કરવામાં આવી હતી અને શહેરીજનોને–વાહનચાલકોને યોગ્ય સલાહ–સૂચન આપવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પી.એસ.આઈ. એ એવું જણાવ્યું હતું કે, મુખ્ય રોડ ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા જુની કોર્ટથી માણેકચોક સુધીના વેપારીઓ તેમની દુકાનની બહાર વાહન પાર્ક કરે તેના બદલે જો જુના કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરે તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થઈ જાય.
શહેરના એમ.જી. રોડના ડ્રીમલેન્ડ ટોકીઝથી માણેકચોક સુધીનો રસ્તો કે જે મુખ્ય વેપારી બજાર ગણી શકાય આ રસ્તા ઉપર દરરોજ શહેરીજનો ઉપરાંત પોરબંદર પંથકના ગામડાઓના અસંખ્ય લોકોની અવરજવર રહે છે, આ રસ્તા ઉપર જ કાયમી ટ્રાફિક સમસ્યા સર્જાતી જોવા મળે છે. અહીં રસ્તો સાંકડો છે અને બાઈક–મોટરસાયકલ અડધા રોડ સુધી પાર્ક કરાતા હોવાથી અડધો રોડ ખૂલ્લો રહે છે યાં પણ રીક્ષાચાલકો સહિતના વાહનચાલકો ટ્રાફિક નિયમનો ભગં કરી વન–વે માંથી પસાર થતા હોય ત્યારે રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ટ્રાફિકજામ પણ અવારનવાર સર્જાય છે ત્યારે વેપારીઓ પણ અગવડતા વેઠી રહ્યા છે. જેથી ટ્રાફિક પી.એસ.આઈ. એ કરેલા સૂચનની અમલવારી કરીને જુના કોર્ટ કમ્પાઉન્ડમાં વાહન પાકિગ કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે તેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારી સંસ્થાઓએ અને વેપારીઓએ પણ ટ્રાફિક પોલીસને સહકાર આપવો પડશે તેવું જણાઈ રહ્યું છે. હાલ તો અહીં એકી–બેકી તારીખે ડાબા–જમણા પાકિગને કારણે સમસ્યા યથાવત જોવા મળે છે

print

Comments

comments

VOTING POLL