પોરબંદરના મેળામાંથી ખીસ્સાકાતરૂ ગેંગ ઝડપાઈ

September 6, 2018 at 2:30 pm


પોરબંદરનાં લોકમેળામાંથી પોલીસે બે મહિલા સહિત પાંચ શખ્સોની ખીસ્સાકાતરૂ ગેંગને પકડી લીધી છે જે નાની-મોટી અનેક ચોરીમાં સંડોવાઈ હોવાની શક્યતાના આધારે પૂછપરછ હાથ ધરાઈ છે.
પોરબંદરમાં જન્માષ્ટમીનાં છ દિવસીય લોકમેળાનો રંગારંગ પ્રારંભ થયો છે ત્યારે શરૂઆતથી જ મેળામાં નાની-મોટી ચોરીના બનાવો સામે આવ્યા છે જેમાં અનેકના ખીસ્સા કપાઈ જવાથી માંડીને મોબાઈલ ચોરી, રોકડ ચોરી, નાના-મોટા દાગીનાની ચોરી જેવા બનાવો નાેંધાતા પોલીશ હરકતમાં આવી ગઈ હતી.
લોકમેળામાં ચારે તરફ સીસી ટીવીના કેમેરા ગોઠવવામાં આવ્યા હોવાથી આ પ્રકારની હરકત કરનારાઆેને શોધી કાઢવા માટે પોલીસને પણ સરળતા રહી હતી અને તપાસ કરતાં પાંચ જેટલા શકમંદો સીસી ટીવીમાં કેદ થઈ ગયા હતા.
પોલીસે પકડી પાડેલા પાંચ શખ્સો પૈકી ઉપલેટાની બે મહિલાઆે મનિષા વિશાલ પરમાર, ગીતા પોપટ પરમાર ઉપરાંત છાંયાના નવાપરામાં રહેતા બે સગા ભાઈઆે ભરત બાબુ પરમાર (ઉ. વર્ષ 19) તથા મુકેશ બાબુ પરમાર (ઉ. વર્ષ 20) અને જેતપુરનાં આશિષ પ્રવિણ સોલંકી (ઉ. વર્ષ 20) નો સમાવેશ થાય છે.
પકડાયેલી બે મહિલા સહિત પાંચે શખ્સોને કમલાબાગ પોલીસમથકે લઈ જવાયા છે અને ત્યાં તેઆેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL