પોરબંદરના મોર્ડન ગેસ્ટહાઉસમાં ક્રિકેટ સટ્ટાનું કાૈંભાડ ઝડપાયું

February 12, 2018 at 1:24 pm


પોરબંદરના મોર્ડન ગેસ્ટહાઉસમાં ક્રિકેટ સટ્ટાનું કાૈંભાડ પોલીસે પકડી લઇને તેના માલીક અને કર્મચારીની ધરપકડ કરી છે તથા રાજકોટ અને વડોદરાના બે શખ્સોના નામ પણ ખુલ્વા પામ્યા છે.
પોરબંદર પોલીસે એમ.જી.રોડ ઉપર મોર્ડન ગેસ્ટહાઉસની ઓફીસમાં દરોડો પાડયો ત્યારે ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે વન–ડે ક્રિકેટ ટુર્નામેન્ટના મેચો ઉપર વડોદરાના મીરેનભાઇ અને રાજકોટના કોઇ શખ્સ પાસેથી ફોન ઉપર રન ફેરનું બેટીંગ લઇ જુગાર રમાડાતો હતો, હોટલના માલીક અનીલ રામજી ગંધ્રોકીયાના કહેવાથી ત્યાં ફરજ બજાવતા કર્મચારી સુરેશ ઉર્ફે શાંતિલાલ ત્રિભુવનદાસ ગોકાણી આવો જુગાર રમાડતા હતા તેવું બહાર આવતા પોલીસે સુરેશ અને માલિક અનિલ ગંધ્રોકીયાની ધરપકડ કરી છે તથા એક ટીવી, એક સેટઅપ બોકસ, બે મોબાઇલ તથા ૬૮,૫૯૦ની રોકડ સહિત કુલ રૂા. ૮૦૫૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.
દારૂ સાથે ઝડપાયા
ગાયત્રી મંદિર સામે રહેતા સુનીલ ઉર્ફે મયુર ભીખુ વડાણીયાની જયુપીટર સ્કુટરમાં દારૂની ર૦ કોથળી સહિત ૪૦૪૦૦ના મુદ્દામાલ સાથે એલસીબીએ જુની ખડપીઠ પાસે બર્ડાઇ બ્રહ્મસમાજની વંડી નજીકથી પકડી પાડયો હતો. તે ઉપરાંત બેરણ ગામના નાથા ઉર્ફે વિરમજી આતિયા ઓડેદરાને પણ દારૂ સાથે પકડી લેવાયો છે.

print

Comments

comments

VOTING POLL