પોરબંદરના સમુદ્રમાં દાઝેલા વિદેશી ક્રુ મેમ્બરને 108 બોટે સારવાર આપી

January 12, 2019 at 2:16 pm


પોરબંદરના સમુદ્રમાં દાઝેલા વિદેશી ક્રુ મેમ્બરને 108 બોટે સારવાર આપી હતી અને સમયસર હોસ્પિટલે પહાેંચાડéાે હતો.પોરબંદરના દરિયામાં છ નોટીકલ માઈલ દૂરથી 108 બોટ એમ્બ્યુલન્સને કોલ મળેલ કે ગ્લોરી સ્કાય શીપ ”પનામા” ના એક કર્મચારીને શીપથી ગરમ પાઈપલાઈન હાથમાં અડી ગઈ છે જેથી હાથમાં બળતરા થાય છે, ચક્કર આવે છે અને ઉલ્ટી થાય છે. જેથી બોટ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. યક્ષય કે. ચુડાસમા, વિનય ખોડીયાર, અનિલ કોટીયા વગેરે તાત્કાલીક દોડી ગયા હતા. જેમાં વિદેશી ગ્લોરી સ્કાય શીપ-પનામામાં રહેલા દાઝી ગયેલા ફીલીપીન્સ દેશના ક્રુ મેમ્બર ગોનઝાલ્સ જે. મેલબાનન (ઉ. વર્ષ 35) ને મધદરિયે સારવાર આપી હતી તેમજ ત્યારબાદ રોડ એમ્બ્યુલન્સ દ્વારા દદ}ને હોસ્પિટલે પહાેંચાડવામાં આવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL