પોરબંદરના સાન્દીપનિ શ્રી હરિમંદિરના પાટોત્સવની થશે ભવ્યાતિભવ્ય ઉજવણી

January 12, 2018 at 1:02 pm


પોરબંદરના સાન્દીપનિ શ્રી હરિ મંદિરનો પાટોત્સવ આ મહિનાની ૨૦ મી તારીખથી ઉજવાશે, પાંચ દિવસ ચાલનારા આ પાટોત્સવમાં સતં શ્રી રમેશભાઈ ઓઝા, બધા જ દિવસોએ ઉપસ્થિત રહેશે અને ઉદબોધન પણ કરશે.
સાન્દીપનિમાં વિદ્રાનોના પ્રવચનો
સાન્દીપનિના ઓડીટોરીયમમાં ૨૦ થી ૨૩ તારીખ દરમિયાન સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન ગુજરાતના વિખ્યાત ચિંતકો તથા કથાકારો ભાગવત ચિંતનયાત્રા વિષય પર પ્રવચનો આપશે. જેમાં સાન્દીપનિના ઋષિકુમાર ડો. ભરત શીલુ, ધવલ જોષી, શ્યામ ઠાકર, ડો. રીતાબહેન ત્રિવેદી, ડો. પંકજ ત્રિવેદી, ડો. બલભદ્રસિંહ ચુડાસમા, ડો. અનિલ દ્રિવેદી, નિતીન પુરોહિત, ડો. સ્નેહલ જોષી, ડો. હેતલ પંડા, દિલીપ ભટ્ટ અને ડો. મનસુખ પટોળીયા સહિત વિદ્રાનો પોતાનું વકતવ્ય રજુ કરશે.
સાન્દીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનાર મહાનુભાવોનું ભાવપૂજન પૂ. ભાઈશ્રીની નિશ્રામાં કરી તેમને એવોર્ડ અપાશે જેમાં તા. ૨૧ મી જાન્યુઆરીએ રવિવારે બપોરે ૩:૦૦ વાગેથી ૬:૩૦ વાગ્યા દરમિયાન ચાર મહાનુભાવોને સાન્દીપનિ ગૌરવ એવોર્ડ અપાશે. જેમાં દેવર્ષિ એવોર્ડ ગોંડલના રણછોડદાસજી મહારાજ આશ્રમના પરમ પૂય સદગુરુ શ્રી હરિચરણદાસજી મહારાજ, બ્રહ્મર્ષિ એવોર્ડ અમદાવાદના ડો. વિજયશંકર પંડાને રાજર્ષિ એવોર્ડ જસવંતગઢ–મુંબઈના સુરજમલજી તાપડીયા પરિવારના બજરંગલાલ તાપડીયાજીને તેમજ મહર્ષિ એવોર્ડ મુંબઈ–ભાવનગરના નટવરભાઈ દેસાઈને વિશિષ્ટ્ર મહાનુભાવોની ઉપસ્થિતિમાં અર્પણ થશે. આ કાર્યક્રમનું જીવતં પ્રસારણ સંસ્કાર ચેનલ પરથી કરાશે.
મેડીકલ કેમ્પ
પાટોત્સવની સાથે સેવાકીય કાર્યેાના ભાગરૂપે વિનામૂલ્યે વિવિધ મેડીકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના દંતવૈધા સરોજબેન જોષીનો દંતયજ્ઞ–ડેન્ટલ કેમ્પ સાન્દીપનિ વિધાનિકેતન ખાતે તા. ૨૦ થી ૨૪ સુધી સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાશે. તા. ૨૨ અને ૨૩ ના રોજ ધામેચા આઈ હોસ્પિટલમાં મુંબઈના સુપ્રસિદ્ધ ડો. કુલીન કોઠારીનો સુપર સ્પેશ્યાલીસ્ટ આઈ કેમ્પ–નેત્રયજ્ઞ સવારે ૧૦:૩૦ થી ૧ વાગ્યા સુધી યોજાશે. આ ઉપરાંત રાજકોટના ડો. જયેશ ડોબરીયાનો પલ્મોનોલોજી કેમ્પ એટલે કે ફેસા અને શ્ર્વાસ દર્દ કેમ્પ લાયન્સ હોસ્પિટલ ખાતે સવારે ૮:૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી તા. ૨૨ ના રોજ યોજાશે. જેમાં જરૂરીયાતમદં દર્દીઓને વિનામૂલ્યે નિદાન–સારવાર કરી અપાશે.
શ્રી હરિમંદિરમાં અભિષેક પૂજન–અર્ચન
સાન્દીપનિ શ્રી હરિ મંદિરમાં બિરાજમાન લમીનારાયણ ભગવાન, રામદરબાર, રાધાકૃષ્ણ, અંબામાં, શંકર ભગવાન, ગણેશજી સહિતનાં બધા જ દેવી–દેવતાઓનો પૂજન અભિષેક તા. ૨૪૧ ના બુધવારે સવારે ૬:૩૦ કલાકે થશે થશે, તો મંદિરમા બધા જ દિવસોએ જૂદા જૂદા પ્રકારની ઝાંખીઓ પણ કરાશે. જેમાં શ્રી લમીનારાયણ સેવા તથા રાધાકૃષ્ણ સેવાના મુખ્ય યજમાન બજરંગલાલ તાપડીયા પરિવાર–મુંબઈ, શ્રી રામદરબાર સેવા મુંબઈના શ્રીમતી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી પરિવાર દ્રારા, શ્રી કરૂણામયી માતાજી સેવા દિલ્હીના વિનોદભાઈ સાધુ પરિવાર દ્રારા, શ્રી ચંદ્રમૌલીશ્ર્વર સેવા નાયરોબીના ઈન્દીરાબેન મહેન્દ્રભાઈ પટેલ પરિવાર દ્રારા, શ્રી ગણેશજી સેવા પ્રમોદરાય તથા શ્રીમતી પુષ્પાબેન તાપડીયા પરિવાર–મુંબઈ દ્રારા, શ્રી હનુમાનજી સેવા ગોધરાના ગીતાબેન દર્શનકુમાર વ્યાસ પરિવાર દ્રારા તેમજ અન્નકૂટ દર્શનના મનોરથી ન્યૂયોર્ક–અમેરીકાના દર્શનાબહેન દિનેશભાઈ કાપડીયા પરિવારના યજમાનપદે યોજાશે.
અન્ય ધાર્મિક–સાંસ્કૃતિક આયોજનો
આ સાથે શ્રી બાબડેશ્ર્વર સંસ્કૃત મહાવિધાલયનો વાર્ષિકોત્સવ તા. ૨૦ ના રોજ બપોરે ૩ થી ૬:૩૦ સુધી, ગુજરાતના મધ્યકાલીન યુગના સુપ્રસિદ્ધ કવિ ભુધરજીના ગ્રંથનું લોકાર્પણ તા. ૨૨ ના સોમવારે બપોરે ૩ થી ૬:૩૦ કલાકે થશે જેમાં ચિંતક, લેખક તેમજ સુપ્રસિદ્ધ હાસ્યકાર શ્રી સાંઈરામ દવે સંકલન કરશે ત્યારબાદ રાત્રે ૯ થી ૧૦:૩૦ સુધી મુંબઈની સિદ્ધિ દેસાઈ દ્રારા ભારતીય શાીય નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. ત્યારબાદ મંગળવારે અને બુધવારે તા. ૨૩ અને ૨૪ ના રોજ સાન્દીપનિ ગુરુકુલનો વાર્ષિકોત્સવ બપોરે ૩ થી ૬:૩૦ સુધી યોજાશે.
સાન્દીપનિ પરિવાર તરફથી પોરબંદરનાં ધાર્મિક અને સંસ્કારપ્રેમી ભાઈ–બહેનોનો બધા જ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

print

Comments

comments

VOTING POLL