પોરબંદરની મહીલાએ માસ્ટર એથ્લેટીકસમાં ત્રીજીવખત ગોલ્ડ મેડલ જીત્યો

January 12, 2018 at 1:03 pm


પોરબંદરની મહીલાએ માસ્ટર એથ્લેટીકસમાં ત્રીજીવખત ગોલ્ડ મેડલ જીત્યો છે ત્ારે સતત ત્રીજા વર્ષે તેમણે મેળવેલી આ સિધ્ધી બદલ બિરદાવાયા હતા.
તાજેતરમાં જુનાગઢ મુકામે યોજાયેલ ૩૭મી એથ્લેટીકસ રાજયકક્ષાની સ્પર્ધામાં પોરબંદર જીલ્લામાંથી કુલ પ૦ જેટલા ખેલાડી ભાઇ–બહેનોએ ભાગ લીધેલ હતું જેમાં નિર્મલા મહેશ્ર્વરી નામની મહીલાએ સતત ત્રીજી વખત ગોળાફેંક, ચક્રફેંકની રમતમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યું હતું. નિર્મલા મહેશ્ર્વરી અનેક રમતો સાથે સંકળાયેલા છે તથા ઘણી રમતોમાં નિષ્ણાતં છે. રમત–ગમત પ્રત્ે પોરબંદર જીલ્લામાં તેમનું યોગદાન શ્રેષ્ઠ છે, કારણ કે જુડો જેવી રમતની શરૂઆત તેઓએ કરીને પોરબંદર જીલ્લાના અનેક ખેલાડીઓને રાષ્ટ્ર્રીયકક્ષાએ પહોંચાડી ચંદ્રકો અપાવ્યા તેમની આ ખેલની રૂચીના કારણે જ નિર્મલાબે ૪૦ વર્ષની વયે પણ સતત ત્રીજા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યા તથા સતત ત્રીજી વખત તેણી રાષ્ટ્ર્રીયકક્ષાએ ભાગ લઇને પોરબંદર જીલ્લાને રાષ્ટ્ર્રીયકક્ષાએ મેડલો અપાવવાની ખેવના ધરાવે છે. સમગ્ર રમતપ્રેમીઓએ તેમની હેટ્રીક માટે તેણીને અભિનંદન પાઠવ્યા હતા

print

Comments

comments

VOTING POLL