પોરબંદરની સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઆેને અનેક અગવડતા

October 12, 2017 at 1:13 pm


પોરબંદરની સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાથ}આેને અનેક મુશ્કેલીઆે હોવા અંગેની માહિતી સાથે પોરબંદર એનએસયુઆઇની ટીમ કોલેજ ખાતે રજુઆત કરવા માટે ગઇ હતી અને તમામ પ્રશ્નોની ચર્ચા ઇન્ચાર્જ પ્રિન્સીપાલ દાઉદીયાને કરવામાં આવતા એક સપ્તાહમાં નિકાલ કરી આપવાની ખાત્રી મેળવી હતી.
પોરબંદરની સરકારી પોલીટેકનીક ખાતે વિદ્યાથ}આેના પ્રશ્નોને ધ્યાને લઇને એનએસયુઆઇની ટીમ રજુઆત કરવા માટે પહાેંચી ત્યારે સીવીલ ડીપાર્ટમેન્ટથી લઇ ઇલેકટ્રીક ડીપાર્ટમેન્ટમાં વિદ્યાથ}આે માટે પીવાના પાણીની વ્યવસ્થા નહી હોવાની તેમજ બાથરૂમોમાં નિયમિત સફાઇ થતી નહી હોવાની અને પાણીના નળો પણ લીકેજ હાલતમાં જોવા મળ્યા હતા ઉપરાંત ઘણા પંખાઆે ગમે તે સમયે પડી જવા જેવી હાલતમાં લટકતા દેખાયા હતા. ઉપરાંત સરકારી વિદ્યાથ}આેની હોસ્ટેલમાં અનેક સુિવ્દયાઆેનો અભાવ તેમજ રાત્રીના સમયે પીવાના પાણી માટે દુર જવું પડતું હોવા અને બાથરૂમમાં લાઇટ પણ નહી હોવાથી ટોર્ચ ચાલુ રાખીને જવું પડે તેવી િસ્થતિની રજુઆતો કરવામાં આવી હતી.
એનએસયુઆઇ દ્વારા વિદ્યાથ}આે માટે હોસ્ટેલની અંદર ભોજનાલયની સુવિદ્યા પણ લાંબા સમયથી નહી હોવાથી બહાર જમવા જવા માટે જવું પડતું હોવાની તકલીફ સામે અને વિદ્યાથ}આે માટે રમતોના સાધનો હોવા છતાં આપવામાં નહી આવતા હોવાની રજુઆત કરવામાં આવી હતી. વિદ્યાથ}આે પાસેથી એનેઅસયુઆઇની ટીમે એવી પણ માહિતી મેળવી હતી કે, અમુક શિક્ષકોનું વર્તન પણ વિદ્યાથ}આે સાથે યોગ્ય નથી હોતુ, તમામ રજુઆતો ઇન્ચાર્જ પ્રિન્સીપાલને કરવામાં આવી હતી. સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે રજુઆત કરવા માટે એનએસયુઆઇના કીશન રાઠોડ, ગગન થાપલીયા, અશ્વિન ચાવડા, ઉમેશરાજ બરડીયા, હીરા મકવાણા, ભાવિક ભટ, પ્રકાશ જાડેજા, રાજ કારાવદરા, અજય આેડેદરા ગયા હતા.

print

Comments

comments

VOTING POLL