પોરબંદરની હોટલ હાર્મની ઉપર પથ્થરમારામાં ૧૦૦ થી ૧પ૦ના ટોળા સામે ફરિયાદ

March 20, 2017 at 2:03 pm


પોરબંદરમાં એક વોટસઅપ ગ્રુપમાં મહેર જ્ઞાતિ વિષે જેમતેમ બોલાવા અંગે ઓડીયોકલીપ ફરતી થઇ જતાં શહેરની મધ્યમાં આવેલી હોટલ હાર્મની ઉપર શનિવારે મોટી સંખ્યામાં ટોળાએ અચાનક હત્પમલો કરીને હોટલમાં વ્યાપક તોડફોડ સાથે લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડવાની ઘટનાથી શહેરભરમાં ભારે હલચલ સાથે થોડો સમય ભયનો માહોલ સર્જાય ગયો હતો.
હોટલ હાર્મનીમાં ટોળા દ્રારા હત્પમલો થતો હતો ત્યારે પોલીસ મોડી પડી હતી આમ છતાં કેટલાક શખ્સો હજુ પથ્થરમારો કરી રહ્યા હતા અને પોલીસને જોઇને તેઓ નાશી જવામાં સફળ બન્યા હતા. ઘટના સ્થળે એસ.પી. તરૂણ દુગ્ગલ પણ પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા અને સ્થળનું નીરીક્ષણ કર્યુ હતું તેમજ પોલીસને જરૂરી સુચનાઓ આપીને પોરબંદરમાં વર્ષેા પછી આ પ્રકારે થયેલ ઘટનાને ગંભીરતાથી લઇને તોફાની તત્વોને ઝબ્બે કરવાની સુચના પણ આપતા ગયા હતા.
દરમિયાનમાં જેમનું સંચાલન આ હોટલ સાથે જોડાયેલ છે તે રામભાઇ મોકરીયાએ તેમના નામે ફરતી થયેલી અને તેમના અવાજની નકલ કરીને ચોકકસ જ્ઞાતિ સામે પોતાને વેરઝેર ઉભા કરવા પાછળ કોઇક ધંધાદારી તત્વો અથવા તો બદનામ કરનારાઓએ આ કાવત્રુ કર્યૂ હોવાની શંકા રાજકોટથી પોરબંદરના પત્રકારોને માહિતી આપતા વ્યકત કરી હતી.
ફરિયાદ નોંધાઇ
પોરબંદરની હોટલ હાર્મનીના સીકયુરીટી ગાર્ડ પ્રધાનભાઇ મુળજી તોરણીયાએ ૧૦૦ થી ૧પ૦ માણસોના ટોળા સામે ફરિયાદ લખાવીને હોટલમાં બહારના ભાગેથી પથ્થરમારો કરીને તેમજ અંદર રીસેપ્શન હોલ સુધી પહોંચી ગયેલ ટોળાએ ફર્નિચર સહિત દરવાજાના કાચનો ભુકકો બોલાવી લાખો રૂપિયાનું નુકશાન કર્યુ હોવાનું જાહેર કર્યુ હતું જેમાં રામભાઇ મોકરીયાના અવાજની મહેરજ્ઞાતિ અનુસંધાનની ઓડીયો કલીપ વાયરલ થતાં તેનું મનદુ:ખ રાખીને આ હત્પમલો થયાનું જણાવ્ું છે

print

Comments

comments

VOTING POLL