પોરબંદરમાંથી ઉઠાવાયેલ બાઇક સીમરના યુવાને ચોર્યાનું ખુલ્યું

September 11, 2018 at 4:57 pm


પોરબંદરના ઉદ્યાેગનગર પોલીસ સ્ટેશનના હદમાંથી ચોરાયેલ બાઇક સીમરના યુવાને ચોર્યાનું ખુલ્તા તેની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે, ઉદ્યાેગનગર પોલીસ સ્ટેશનની હદમાંથી જયુબેલી નજીકથી પલ્સર મોટરસાયકલ ચોરાયું હતું. દરમિયાનમાં પોરબંદર એલસીબીના કોન્સ. હોથીભાઇ મોઢવાડીયા અને સમીરભાઇ જુણેજાને એવી ચોકકસ માહિતી મળી હતી કે, જે મોટરસાયકલ ચોરાયું છે તે સીમરના યુવાને ચોર્યુ છે આથી પેટ્રાેલીગમાં હતા એ દરમિયાન ચોરેલા પલ્સર બાઇક સાથે સીમરગામનો બાબુ ઉર્ફે કાંતિર્ક કારીયો લાખાભાઇ સીડા નામનો યુવાન નિકળતા પોલીસે તેને પકડી, ગુન્હો ડીટેકટ કરી એલસીબીને સાેંપી દીધો છે.

print

Comments

comments

VOTING POLL