પોરબંદરમાંથી ર લાખ 60 હજારની લુંટ થઇ હતી તે ખાલી થેલો ઉપલેટામાંથી મળ્યો

January 10, 2019 at 7:27 pm


પોરબંદરમાં બાઇકમાં આવેલા બે ગઠીયાઆે સહિત 3 શખ્સો દ્વારા ર લાખ 70 હજારની લુંટ કરવામાં આવી હોવાનો ચાેંકાવનારો બનાવ બન્યાે હતો જેમાં લુંટાઇ ગયેલો થેલો ઉપલેટાની બજારમાંથી એક મહીલાને મળી આવ્éાે છે પરંતુ તેમાં રોકડ કાઢી લેવાઇ હતી. જયારે અન્ય ડોકયુમેન્ટ પ્રાપ્ત થયા હતા.
ચાર દિવસ પહેલા પોરબંદરમાં રોકડીયા હનુમાનમંદિર પાછળ સ્કુલ પાસે રહેતા હરદાસ મેરૂભાઇ આેડેદરા તેના ભાણેજ સાથે હરીશટોકીઝ પાછળ આવેલી એચડીએફસી બેંકમાં પૈસા લેવા માટે આવ્éા હતા અને તેમાંથી ર લાખ 70 હજાર રૂપિયા લઇ, થેલામાં ભરી અને કારમાં બેઠા એ દરમિયાન બાઇક લઇને આવેલા બે શખ્સોએ તેઆેને એવું જણાવ્éું હતું કે, તમારી કારમાં પાછળના ભાગેથી આેઇલ ઢોળાઇ છે આથી હરદાસભાઇ ત્યાં જોવા ગયા એ દરમિયાન ત્રીજો ગઠીયો ત્યાં આવીને કારમાંથી રોકડ ભરેલો થેલો ઉઠાવીને નાશી છુટયો હતો અને બાઇકમાં આવેલા બે શખ્સો પણ નાશી છુટયા હતા.
પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી પરંતુ કોઇ જ પત્તાે મળ્યો ન હતો. દરમિયાનમાં ઉપલેટાની મુખ્ય બજારમાં એક મહીલાને આ થેલો મળી આવ્éાે હતો જેમાં ચેકબુક સહિત દસ્તાવેજો મળ્યા હોવાથી તેણે હરદાસભાઇને જાણ કરી હતી અને તે થેલો તેમને સાેંપી દેવાયો હતો પરંતુ તેમાંથી રોકડ રકમ ગુમ હોવાનું જાણવા મળ્યું છે તેથી લુટારૂએ લુંટ કરીને થેલો બીનઉપયોગી માનીને ઉપલેટામાં ફેંકી દીધો હોવાથી એ બાજુ લુંટારૂઆે રહે છે કેે કેમં તેની તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL