પોરબંદરમાં અંતે અરજણ મોઢવાડિયાની પ્રચાર વાહનની પરવાનગી રદ

December 7, 2017 at 5:35 pm


પોરબંદરમાં એક જ નામધારી બે ઉમેદવારોને લીધે પ્રચારમાં અપક્ષ ઉમેદવાર અરજણ મોઢવાડિયાએ કાેંગીના અજુર્નભાઇ મોઢવાડિયાનું નામ ધારણ કરીને ખોટો પ્રચાર કરતો હતો ત્યારે થયેલા ડખ્ખા અને પોલીસ સુધી પહાેંચેલા મામલામાં અંતે ચુંટણીતંત્રએ બોગસ પ્રચાર કરનાર અપક્ષ ઉમેદવારના વાહનની પરવાનગી રદ કરી નાંખી છે.
પોરબંદર બેઠક ઉપર ભળતા નામે પ્રચાર કરી મતદારોમાં ભ્રમણા ફેલાવતા એક ઉમેદવારના પ્રચાર વાહનની ચુંટણી અધિકારી દ્વારા પરવાનગી રદ કરી નાંખવામાં આવી છે. પોરબંદર જીલ્લા કાેંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતે રજુઆત પણ કરવામાં આવી હતી. જેના આધારે વિવિધ સરકારી એજન્સી પાસેથી રીપોર્ટ મંગાવી ફરિયાદમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ જણાતા ચુંટણી અધિકારી બાટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જિલ્લા ચુંટણીતંત્રને ઉકત બાબતે પોરબંદર જીલ્લા કાેંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીતુભાઇ આગઠ દ્વારા રજુઆત મળી હતી. એમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે 83-પોરબંદર બેઠક ઉપર ઈન્ડિયન નેશનલ કાેંગ્રેસના માન્ય ઉમેદવાર અજુર્નભાઇ મોઢવાડિયા છે. જેનો ક્રમાંક એક છે. આ જ બેઠક ઉપર શ્રી અરજનભાઇ વીરમભાઇ મોઢવાડીયાએ અપક્ષ ઉમેદવારી કરી છે. તેનો ક્રમાંક 10 છે. આ અપક્ષ ઉમેદવાર મેમણવાડા વિસ્તારમાં જીજે રપ યુ 6668 તથા જીજે રપ વી. 3600 નંબરની રીક્ષામાં માઇક વગાડી સમાન નામથી પ્ર-ચાર કરી અજુર્નભાઇ મોઢવાડિયા ક્રમ નંબર 10ને મત આપવા અપીલ કરતા હતા.
ઉકત ફરિયાદના આધારે જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા પોલીસ પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્éાે હતો. એમાં પોલીસને એવું ધ્યાને આવ્યું હતું કે, ઉકત રિક્ષાઆેમાં આપનો કીમતીઅ ને પવિત્ર મત અપક્ષ ઉમેદવાર અરજનભાઇ વિરમભાઇ મોઢવાડિયાને બટન નંબર 10 ઉપર આપીને વિજય બનાવવાને બદલે આપનો કિંમતી અને પવિત્ર મત અજુર્નભાઇ મોઢવાડિયાને આપવાની વિનંતી કરવામાં આવતી હતી.
આ રીપોર્ટના આધારે આદર્શ આચાર સંહીતાની બાબતે અભિપ્રાય તપાસવામાં આવ્યો હતો. જેમાં એવું ફલિત થયું હતું કે, આેડીયોમાં અરજનભાઇને બદલે અજુર્નભાઇનો શબ્દ પ્રયોગ થયેલો છે જે આચાર સંહિતાના ભંગ સમાન છે. ઉકત બાબતોને આધારે ચુંટણી અધિકારી દ્વારા ઉકત બન્ને પ્રચાર પરવાનગી તત્કાલ અરસથી રદ કરી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL